________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદમાં ભવ્યાતિભવ્ય જિનાલયની સાથોસાથ સુંદર સગવડતા ધરાવતી ધર્મશાળા તથા સ્વાદિષ્ટ, સાત્વિક ભોજન પીરસતી ભોજનશાળા પણ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો પણ છે. વિશાળ જગ્યામાં આ તીર્થનું નિર્માણ થયું છે. સંકુલમાં વૃક્ષ, છોડ, લત્તાઓ હોવાથી પ્રાકૃત્તિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. યાત્રિકોને આ તીર્થમાં શાંતિથી સેવા ભક્તિ કરવાનો લ્હાવો મળે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં ૨૫મી દેરી શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની સુમનોહર, નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવી છે. સહસ્ત્રફણાથી યુક્ત શ્યામ વર્ણના શ્રી લોદ્રવા પાર્શ્વનાથજીની પ્રતિમાના દર્શનથી ભાવિકો ભાવ વિભોર બન્યા વગર રહી શકતા નથી. શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
પ્રાગંધ્રામાં રવિચંદભાઈ દેસાઈનો પરિવાર ધાર્મિક. પણ તેમના પરિવારમાં વીસ વર્ષનો હર્ષિલ જિનાલયે દર્શન કરવા જતો નહિ. તેને એવી શ્રધ્ધા પણ નહિ.
એકવાર હર્ષિલ બીમાર પડ્યો. પંદર દિવસ પછી વાર્ષિક પરીક્ષા શરૂ થતી હતી. ડોક્ટરોએ એક મહિનો આરામ કરવાનું કહ્યું હતું. જો આરામ નહિ કરે તો ટાઈફોઈડ ઉથલો મારશે ત્યારે મુશ્કેલીમાં મુકાવું પડશે.
હર્ષિલના મમ્મી રેખાબેન પુત્રની વેદના જાણતા હતા. પણ તેઓ ડોક્ટરની સૂચના મુજબ વર્તવા માંગતા હતા.
હર્ષિલ વિચારતો હતો કે જો પરીક્ષા નહિ આપું તો મારું વર્ષ બગડશે... શું
કરવું? ,
ત્યારે રેખાબેને હર્ષિલને કહ્યું: “દીકરા, તને તારી મુંઝવણ માંથી શ્રી લોદ્રવા
શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ
૨૨૨