________________
રાજધાનીનું એક વૈભવશાળી નગર હતું. ભારતનું પ્રાચીન વિશ્વ વિદ્યાલય અહીં હતું. આ સ્થળની પૂર્વકાળમાં ખૂબ પ્રતિષ્ઠા હતી. એક સમયે આ રાજય સગર રાજાને આધીન હતું. કે આ જિનાલયમાં બિરાજમાન શ્યામ વર્ણના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી કલાત્મક અને ચમત્કારિક છે. આવા પ્રતિમાજીના દર્શન અન્યત્ર દુર્લભ છે. જૈન શાસનના અધિષ્ઠાયક દેવ આજે પણ જાગૃત છે. ઈ.સ. ૧૯૬૫માં ભારત - પાકિસ્તાનના યુદ્ધ વખતે અન્ય ધર્મીઓને આ વાતની પ્રતિતિ થઈ હતી. આ ચમત્કારિક અને ધાર્મિક સ્થળની મૂલાકાત અવશ્ય યાત્રાળુઓએ લેવી. અહીં કલ્પવૃક્ષ તથા પ્રવેશદ્વાર જોવા જેવું છે. અહીં છ ફૂટના નાગરાજ અવારનવાર દર્શન આપે છે.
આ તીર્થ સ્થળ જેલમેરથી ૧૧-૧૨ કિ.મી.ના અંતરે આવેલું છે. રહેવા માટે ધર્મશાળા તથા ભોજનશાળા છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી લોદ્રા પાર્શ્વનાથ જૈનોનું મહાતીર્થ શંખેશ્વર વિશ્વમાં વિખ્યાત છે. શંખેશ્વરમાં દરરોજ હજારો યાત્રિકોની અવરજવર રહે છે. જ્યારે શ્રી પાર્શ્વ પ્રભુનું જન્મ કલ્યાણક હોય છે ત્યારે દરેક ધર્મશાળાઓ યાત્રિકોથી ઉભરાવા લાગે છે. અનેક યાત્રિકો અગાઉથી બુકીંગ કરાવી લેતા હોય છે એટલું જ નહિ મુંબઈ, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોના ભાવિકો પુનમ ભરવા માટે શંખેશ્વર આવે છે તેમજ અનેક સંઘો પુનમે શંખેશ્વર યાત્રાની બસ લઈને આવે છે. શંખેશ્વર તીર્થનો મહિમા અનેરો છે.
| આવા મહાતીર્થ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય સંકુલ આવેલું છે. જે યાત્રિકો શંખેશ્વર યાત્રા પર આવતાં હોય છે તેઓ જરૂર શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયના દર્શન, સેવા-પૂજાનો લાભ અચૂક લે છે.
શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ
૨૨૧