________________
જેસલજીએ જેસલમેર વસાવ્યું ત્યારે લોદ્રવાથી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીની પ્રતિમાજી ત્યાં લઈ જવામાં આવેલ. શ્રેષ્ઠી થીરૂ શાહે લોદ્રવાના જિનાલયનું જીર્ણોધ્ધારનું કાર્ય શરૂ કરાવ્યું. અને જિનાલય તૈયાર થઈ ગયું ત્યારે આ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવા એક નયનરમ્ય અને દર્શનીય પ્રતિમાજીની શોધ આરંભાઈ. - આ તરફ પાટણના બે શિલ્પકારોએ કસોટીના પાષાણમાંથી બે મનોરમ્ય જિનપ્રતિમાજી બનાવી હતી. તેઓ બન્ને પ્રતિમાજીઓ ને મૂલતાન તરફ લઈ જતા હતા ત્યારે માર્ગમાં લોદ્રવા આવતાં રાતવાસો કર્યો, ત્યારે આ પ્રતિમાઓ શ્રેષ્ઠી થીરૂ શાહને આપવા અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં સંકેત કર્યો. પેલી બાજુ થીરૂ શાહ શ્રેષ્ઠીને પણ સ્વપ્નમાં આવો સંકેત જોવા મળ્યો.
બીજે દિવસે સવારે થીરૂ શાહ શ્રેષ્ઠીએ ખૂબ ધન આપીને બન્ને દિવ્ય અને અલૌકિક આભા ધરાવતી પ્રતિમાજીઓ પ્રાપ્ત કરી લીધી. થીરૂ શાહ શ્રેષ્ઠીના હૈયામાં અનેરો આનંદ ઉભરાયો હતો. બન્ને પ્રતિમાજી અત્યંત મનોરમ્ય અને દર્શનીય હતા. બન્ને પ્રતિમાજીઓ મૂલ્ય કર્યા વિના મેળવેલી હોવાથી આ પાર્શ્વનાથની પ્રતિમાજી “અમૂલ્ય પાર્શ્વનાથ' તરીકે ઓળખાઈ. -
જે રથમાં આ પ્રતિમાજીઓ લઈને શિલ્પકારો આવેલા તે કાષ્ઠનો રથ આજે પણ લોદ્રવાના જિનાલયમાં છે. એ રથ પણ અત્યંત કલા કરીગીરીથી સમૃધ્ધ છે. રથને જોતાં જ તેની પ્રાચીનતાનો સહેજે ખ્યાલ આવી શકે છે.
વિક્રમ સંવત ૧૬૭૫ના માગશર સુદ-૧૨ના દિવસે શ્રી લોદ્રવાના આ જિનાલયમાં આચાર્ય ભગવંત શ્રી જિનસિંહ સૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન આચાર્ય ભગવંત શ્રી જિનરાજસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રતિમાજીની પ્રતિષ્ઠા ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે પરગામના જૈન શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સંગીતના સુમધુરા સૂરો અને નગારાના ગુંજન સાથે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. ત્રણ-ત્રણ દિવસ સુધી ધુમાડાબંધ ગામ જમાડવામાં આવેલું હતું.
દાનની અપૂર્વ ધારા વહેવડાવનાર શ્રેષ્ઠી થીરૂ શાહે વિક્રમ સંવત ૧૬૮૨માં
શ્રી લોઢવાજી પાર્શ્વનાથ
૨૧૯