________________
શ્રી લોઢવાજી પાર્શ્વનાથ રાજસ્થાનના જેલમેર જિલ્લાના લોદ્રવા કે લોદ્રવપુર ખાતે શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આ તીર્થ જેસલમેરથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે. આ જિનાલય અત્યંત દર્શનીય અને કલા કારીગીરીથી સમૃધ્ધ છે. અહીંયા કાષ્ઠનો પ્રાચીન, કલાત્મક રથ જોવા જેવો છે. અહીં ત્રણ ઉપાશ્રય અને ધર્મશાળા પણ છે. જીરાવલા તથા ભીલડીયાજી તીર્થની ભમતીમાં શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન કરાયેલી છે. આની
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના દર્શનીય જિનાલયની પચ્ચીસમી દેરીમાં શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
લોદ્રવપુરમાં શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ પ્રભુની શ્યામરંગી પ્રતિમાજી કસોટીના પાષાણમાંથી બનાવાઈ છે. અભૂત, કલાત્મક પરિકરથી સુશોભિત આ પ્રતિમાજી અત્યંત દર્શનીય છે. પદ્માસનસ્થ, ફણારહિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૦ ઈંચ અને પહોળાઈ ૨૪ ઈંચની છે. જેસલમેર યાત્રા પ્રવાસે જવાનું થાય ત્યારે આ તીર્થના દર્શન કરવાનું ચૂકવા જેવું નથી.
પૂર્વે લોદ્રવા વૈભવશાળી નગર હતું. અહીં પ્રાચીન વિશ્વ વિદ્યાલય હતું. લોદ્રવા એ લોદ્ર રાજપૂતોની રાજધાનીનું મુખ્ય શહેર હતું. દેવરાજ ભાટીએ રજપૂતોને પરાજિત કરીને સંવત ૧૮૮૨માં દેવગઢથી લોદ્રા પોતાની રાજધાની બદલાવી. આ નગરના એ સમયે ૧૨ જેટલાં પ્રવેશ દ્વારો હતા.
એવું કહેવાય છે કે પ્રાચીન કાળમાં આ નગરી પર સગર નામના રાજાનું રાજ્ય હતું. તેને બે પુત્રો શ્રીધર અને રાજધર હતા. એકવાર જૈનાચાર્યના સંપર્કમાં આવ્યા પછી પ્રતિબોધ પામીને જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો. બન્ને ભાઈઓએ આ નગરીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું હતું.
મોગલકાળમાં આ જિનાલય આક્રમણનો ભોગ બન્યું હતું ત્યારે ખીમસી નામના શ્રીમંત શ્રેષ્ઠીએ આ જિનાલયનો જીર્ણોધ્ધાર શરૂ કરાવ્યો અને તેના પુત્ર મુનશીએ આ જીર્ણોધ્ધારનું કાર્ય સંપન્ન કરાવ્યું હતું.
શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ
૨૧૮