________________
પગ ન કપાય તે માટે બનતું બધું કરી છૂટો. પૈસાની કોઈ ચિંતા કરશો નહિ.
રમણિકભાઈએ પ્રતાપભાઈના પત્ની ગૌરીબેનને કહ્યું : “કદાચ ડોક્ટરો પ્રતાપનો પગ કાપશે... ખૂબજ ગંભીર ઈજા છે...”
[ આ સાંભળીને ગૌરીબેન રડી પડ્યા અને તેમણે તરત જ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવેલ ભમતીની ૨૪મી દેરીમાં બિરાજમાન શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુના દર્શને આવવાની માનતા માની અને પગ કાપવો ન પડે તો શ્રી પાર્શ્વનાથ પૂજન ત્યાં ભણાવવાની માનતા રાખી.
આ તરફ પ્રતાપભાઈને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. ઓપરેશન શરૂ થયું. વી.એસ.હોસ્પિટલમાં ઓર્થોપિડિક સર્જરીના નિષ્ણાંત ડોક્ટરોની પેનલ હતી. એક્સરે કાઢવામાં આવ્યા. ત્યારે એક ડોક્ટરે કહ્યું : પ્રતાપભાઈનો પગ કાપવો પડશે નહિ... તેના સાંધા જોડાઈ શકશે... આ કામ કપરું છે છતાં આપણે તે પ્રમાણે પ્રયત્ન કરીએ.
આમ પ્રતાપભાઈનું ઓપરેશનછ કલાક ચાલ્યું અને ઓપરેશન બાદ ડોક્ટરો બહાર આવ્યા ત્યારે સારા સમાચાર આપ્યા કે પ્રતાપભાઈનો પગ કાપવામાં આવ્યો નથી. તત્કાળ સારવાર મળી હોવાથી તેમજ કુદરતી રીતે એક-બે જગ્યા બચી ગઈ છે તેના કારણે પગ કાપવાની જરૂર રહી નથી.
ગૌરીબેનની ખુશીનો પાર ન રહ્યો. પંદર દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું.
અને છ મહિના પછી પ્રતાપભાઈ લાકડીના ટેકે ચાલવાનું શરૂ કર્યું. ચાલવાનું શરૂ કર્યા પછી ડોક્ટરોની રજા લઈને ગૌરીબેન પ્રતાપભાઈને શંખેશ્વર દર્શનાર્થે લઈ આવ્યા. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદની ધર્મશાળામાં ઉતર્યા. પ્રતાપભાઈ, ગૌરીબેન તથા પરિવારના સભ્યોએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ૨૪મી દેરીમાં બિરાજમાન શ્રી અંતરિક્ષ પાર્શ્વ પ્રભુની અનેરા ધર્મોલ્લાસ સાથે ભક્તિ કરી, ત્યાં શ્રી પાર્શ્વનાથ પૂજન ભણાવ્યું. ગૌરીબેનની માનતા પૂરી કરવામાં આવી.
બે દિવસ શંખેશ્વર રોકાઈને પ્રતાપભાઈનો પરિવાર અમદાવાદ પાછો ફર્યો. ૯
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
૨૧૬