________________
પ્રભુજીની પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. અત્યંત દર્શનીય પ્રતિમાજી શ્યામવર્ણના, પદ્માસનસ્થ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
સર્વત્ર શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ પ્રભુનો મહિમા ફેલાયેલો છે. અહીં બિરાજમાન કરવામાં આવેલ શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથજીની પ્રતિમાજી ચમત્કારી છે અનેકને સેવાપૂજાથી લાભ થયો છે.
મહિમા અપરંપાર
અમદાવાદના પ્રતાપભાઈ શાહને શ્રી જિનશાસન પ્રત્યે અપૂર્વ અનુરાગ હતો. તેઓ અમદાવાદના જિનાલયમાં દ૨૨ોજ સવારે સેવા પૂજા કરવા જતા અને ભાવભરી ભક્તિ કરતાં.
એક દિવસ પ્રતાપભાઈ સ્કુટર પર બેસીને ઓફિસે જતાં હતા ત્યારે આશ્રમરોડ પર આવતાં એક ટ્રકની અડફેટે આવ્યા અને ઊડીને દસફૂટ દૂર પડ્યા. રાત્રિના આઠ વાગ્યાનો સમય હતો. ત્યાં માણસોનું ટોળું ભેગું થઈ ગયું. ટ્રકચાલક ટ્રક મૂકીને છુમંતર થઈ ગયો.
ત્યાંથી કોઈએ પોલીસ અને વી.એસ. હોસ્પિટલમાં ફોન કર્યો. થોડીવારમાં પોલીસવાન આવી ગઈ અને પાછળ પાછળ એમ્બ્યુલન્સ પણ આવી ગઈ.
પ્રતાપભાઈને તરત જ વી.એસ. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પ્રતાપભાઈ બેભાન હતા. તેમના ખિસ્સામાંથી વીઝીટીંગ કાર્ડ કાઢીને તેમના ઘરનાઓને બનેલી ઘટનાની જાણ કરી અને વી.એસ. હોસ્પિટલે પહોંચી જવા કહેવાયું.
પ્રતાપભાઈના ઘરના સભ્યો, તેમના નજીકના લોકો વી.એસ. હોસ્પિટલ પહોંચી ગયા. ડોક્ટરો પરિવારના સભ્યોની પ્રતિક્ષા કરતા હતા.
ત્યાં પરિવારના વડીલ રમણીકભાઈએ ડોક્ટર સાથે બધી વાતચીત કરી. ડોક્ટરે જણાવેલું કે પગ કાપવો પડશે. રમણિકભાઈએ કહ્યું : ‘ડોક્ટર સાહેબ, આપ ગમે તેમ કરો, મારા પ્રતાપનો
૨૧૫
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ