________________
આ જિનાલયનો શ્રી ભાવવિજ ગણિના ઉપદેશથી જીર્ણોધ્ધાર થયો અને તેમના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૭૧૫ના ચૈત્ર સુદ-૫ના દિવસે પ્રતિષ્ઠા – મહોત્સવ રંગેચંગે યોજાયો હતો.
અનેક જૈનાચાર્યોએ આ તીર્થનો મહિમા ગાયો છે. ચૌદમા સૈકામાં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા તીર્થકલ્પમાં ‘શ્રીપુર અંતરિક્ષ પાર્શ્વનાથ કલ્પ' માં આ તીર્થનો ઉદ્ગમ અને ઈતિહાસ દર્શાવ્યો છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ શીરપુર (મહારાષ્ટ્ર)માં છે. શ્રી જીરાવલા તીર્થની પંદરમી દેરીમાં, શ્રી ભીલડિયાજી તીર્થની ૩૮મી દેરીમાં, સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયમાં, કરેડામાં, શેરીસા, પાલીતાણા સહિત અન્ય સ્થળોએ અંતરિક્ષજી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. જે શ્રધ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે.
શંખેવરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ ના જિનાલયની ચોવીસમી દેરીમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
શ્રી હીરસૂરિજી મહારાજના પ્રશિષ્ય તથા ઉત્તરાધ્યયન સૂત્ર પરના ટીકાકાર શ્રીભાવવિજયજી ગણિવરનો આંખનો રોગ આ પ્રભુના પ્રભાવથી દૂર થયો હતો.
પૂર્વે શ્વેતાંબરોની સાથે દિગંબર ભાઈઓએ વિક્ષેપ ઊભો કરેલો, તે માટે કાનુની લડત ચાલી હતી. છેવટે શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનોનો વિજય થયો હતો. પં.શ્રી ચંદ્રશેખર વિ.મહારાજે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુના તીર્થના પ્રશ્ને ઉગ્ર લડત માંડેલી હતી. હાલ આ તીર્થમાં મૂળનાયક યામ પાષાણના છે. મંદિરમાં નાનું ભોયરૂં છે. તેમાં મૂલનાયકજી બિરાજમાન છે. અહીં ધર્મશાળા - ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. વર્ષે હજારો ભાવિકો શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થની યાત્રાએ આવતા જતા રહે છે.
મોશન
૨૧૩
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ