________________
દેવે પ્રતિમાજી પાલખીમાં મૂકી. રાજાએ અનેરા ધર્મોલ્લાસ સાથે ધીરેધીરે પાલખી કૂવાની બહાર કાઢી, પછી જુવારના સાંઠાના જ બનેલા રથમાં પ્રતિભાવંત પાર્શ્વનાથજીની પ્રતિમાને બિરાજમાન કરી અને સાત દિવસના જન્મેલા વાછરડાને રથમાં જોડ્યો અને રાજાએ રથ ચલાવ્યો.
અધિષ્ઠાયક દેવે રાજાને રથ ગતિમાન કર્યા પછી પાછળ જોવાની સ્પષ્ટ ના પાડી હતી, છતાંય થોડે આગળ ગયા પછી રાજાએ કુતૂહલવશ પાછળ જોયું અને પ્રતિમાજી ત્યાં જ સ્થિર થઈ ગઈ અને રથ આગળ નીકળી ગયો.
રાજા શ્રીપાલે પ્રતિમાજીને આગળ લઈ જવા માટે ઉપાડી. પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો. પરંતુ પ્રતિમાજી એક તસુ પણ ન ખસી. વડના વૃક્ષ નીચે સાત હાથ ઊંચે આકાશમાં આ દિવ્ય, મનોહર પ્રભાવશાળી પ્રતિમાજી જગતમાં ‘અંતરિક્ષ પાર્શ્વનાથ' ના નામથી જાણીતી થઈ.
વિક્રમ સંવત ૧૧૪૨માં શ્રી અભયદેવસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે આ પ્રતિમાજીને શ્રી સંઘ દ્વારા નિર્માણ પામેલા ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં
આવ્યા.
શ્રીપાલ રાજાએ શ્રી અંતરિક્ષ પાર્શ્વપ્રભુની પ્રતિમાજીને રત્નજડિત અલંકારો ચડાવ્યા અને તેમણે ભક્તિપૂર્વક સ્તુતિ કરી સ્તુતિ કરતાં એમનું હૃદય ભાવવિભોર બની ગયું. પ્રભુની આરતી ઉતારતાં હૈયું દ્રવિત થઈ ગયું.
નયનોમાંથી અશ્રુ સ૨વા લાગ્યા.
શ્રીપાલ રાજાએ આ પવિત્ર એ પુનીત જગ્યા પર શ્રીપુર નામનું નગર વસાવ્યું. પાછળથી શ્રીપુરની જગ્યાએ શીરપુર ગામ થયાનું મનાય છે.
ધીરેધીરે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુનો મહિમા વધવા લાગ્યો. શ્રધ્ધાળુઓની પ્રભુના દર્શન માટેની ભીડ થવા લાગી.
એવું પણ કહેવાય છે કે શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથજીની પ્રતિમાની નીચેથી અશ્વારોહી પસાર થઈ જાય તેટલી તે વખતે પ્રતિમાજી અધ્ધર હતા.
આજે દુષિત કાળના પ્રભાવે માત્ર અંગલૂછણું પસાર થાય તેટલી જ અધ્ધર
છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
૨૧૨