________________
લાગી. પાણીની શોધમાં ફરતો તે આ કૂવા પાસે આવ્યો. કૂવામાં પાણી જોઈને રાજા શ્રીપાલ આનંદિત બન્યો. તેણે એક પાત્ર વડે કૂવામાંથી જળ બહાર કાઢ્યું. તે જળ વડે સૌપ્રથમ રાજાએ પોતાના હાથ પગ અને મુખ સ્વચ્છ કર્યાં. પછી કૂવાનું મીઠું જળ ગ્રહણ કર્યું.
થોડીવાર રહીને રાજા પોતાના સ્થાને ગયો. શ્રમિત થયેલા રાજાને આજ ઘણા વર્ષે શાંતિની નિદ્રા લીધી હતી. વ્યાધિની પીડા જાણે ગાયબ થઈ ગઈ હતી. બીજે દિવસે સવારે ઊઠતાં રાજાને પોતાના હાથ, પગ અને મુખ કુષ્ઠરોગથી રહિત થયેલા જણાયા.
રાજાને તરત જ મનમાં થઈ ગયું કે આ તો કૂવાના જળનો દિવ્ય પ્રભાવ
છે.
રાજા તરતજ પુનઃ તે કૂવા પાસે ગયો, ત્યાં પહોંચીને કૂવાના જળથી સમગ્ર શરીરે સ્નાન કર્યું.
આથી ચમત્કાર સર્જાયો.
રાજા શ્રીપાલ વર્ષોથી કુષ્ઠ રોગના વ્યાધિથી પીડાતો હતો. તે વ્યાધિ સાવ નિર્મૂળ થઈ ગયો.
રાજાનું શરીર સ્વસ્થ અને તેજસ્વી બની ગયું.
કૂવાના પવિત્ર અને પ્રભાવક જળનું રહસ્ય જાણવા રાજા શ્રીપાલે ત્યાં રહીને આરાધના કરી. અને કૂવાના અધિષ્ઠાયક દેવને પ્રસન્ન કર્યાં.
અધિષ્ઠાયક દેવે કૂવામાં રહેલી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીની રાજાને વાત કરી મહારાજા શ્રીપાલ આ પ્રતિમાજીના મહાત્મ્યથી અત્યંત પ્રભાવિત અને પ્રસન્ન થયો. અને દેવ પાસે આ પ્રતિમાજીની માંગણી કરી.
મહારાજા શ્રીપાલની શ્રધ્ધા અને ભક્તિથી સભર આગ્રહ સામે ઝુકીને કૂવાનો અધિષ્ઠાયક દેવ તેને પ્રતિમા સોંપવા સહમત થયો.
બીજે દિવસે વહેલી સવારે રાજા કૂવા પાસે ગયો. અધિષ્ઠાયક દેવની સૂચના અનુસાર જુવારના સાંઠાની પાલખી બનાવીને સૂરતરના તાંતણાથી બાંધીને તે પાલખી કૂવામાં ઉતારી.
૨૧૧
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ