________________
બન્ને પતિ-પત્ની શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ધર્મશાળામાં ઉતર્યા. ધર્મશાળાનો રૂમ જોઈને ખૂબજ આનંદિત પામ્યા. વસ્ત્ર પરિવર્તન કરીને બન્ને પ્રથમ જિનાલયે દર્શન કરવા ગયા. મૂળનાયકને દર્શન કરીને ભમતીના દર્શન કર્યા અને ત્રેવીસમી દેરીમાં બિરાજમાન શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પાસે આવીને ઊભા રહ્યાં અને ભાવથી વંદન કર્યા. ફાઈ
બીજે દિવસે જીગ્નેશ અને કંચનબેને શ્રીમનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની અંતરના ઉમળકા સાથે સેવા-પૂજા કરી અને ભાવથી ભક્તિ કરી. કંચનબેને પોતાનો મનોરથ મનમાં ગણગણ્યો અને પ્રભુની સમક્ષ સ્તવન ગાયું.
જીગ્નેશ અને કંચનબેન એ જ દિવસે સાંજે વડોદરા જવા માટે નીકળી ગયા.
કંચનબેને અનન્ય શ્રધ્ધાથી પ્રાર્થના કરી હતી. તેનું પરિણામ ત્રણ મહિના પછી જોવા મળ્યું. કંચનબેનના હૈયામાં અનેરો હર્ષ છવાયો. તેઓ પુનઃ શંખેશ્વર આવ્યા અને શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા અને ભક્તિ કરી... - શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની અનન્ય ભક્તિ કરવાથી મનના મનોરથ પૂર્ણ થયા વિના રહેતા નથી.
| મંત્ર આરાધના - ૐ હ્રીં શ્રીં મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ |
- ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ: (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ:
ઉપરોક્ત ત્રણેય મંત્રો સાધના કરવા માટે શ્રેષ્ઠ છે. કોઈપણ એકની માળાનો દરરોજ સવારે વહેલા ઊઠીને જાપ કરવો. આસન અને સમય એક જ રાખવો આ મંત્રના જાપ કરવાથી મનની મુરાદો પુરી થયાના અનેક દાખલા બન્યા છે.
કે : સંપર્કઃ શ્રી મનોરથ ક્લધૂમ પાર્શ્વનાથ જૈન દેરાસર કરી
શ્રી વર્ધમાન જૈન પેઢી જંબુદ્વીપ તળેટી રોડ પાલીતાણા, સૌરાષ્ટ્ર- ૩૬૪૨૭૦
ફોન : (૦૨૮૪૮) ૨૫૨૩૦૭
શ્રી મનોરથ ઠુમ પાર્શ્વનાથ
૨૦૯