________________
નહોતી. પરંતુ જ્યારે દવા કામ ન આપે ત્યારે દુઆ કામ આપે છે તેવું કંચનબેનના જીવનમાં બન્યું.
એકવાર તેઓ બજારમાં ગયા ત્યારે તેમને દૂરના સંબંધી માનસીબેન મળ્યા. માનસીબેને ખબર અંતર પૂછયા અને વાતવાતમાં સંતાન પ્રાપ્તિ અંગેની વાત નીકળી.
કંચનબેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને કહ્યું: “માનસીબેન, ઘણી દવાઓ કરી પણ કોઈ દવા કામ ન આવી... હવે તો બધી દવાઓ બંધ કરી દીધી છે. માત્ર ભાગ્ય પર છોડી દીધું છે.'
માનસીબેન બોલ્યા : “કંચનબેન, તમે એકવાર શંખેશ્વર જઈ આવો... ત્યાં પ્રાર્થના, સેવા-પૂજા કરશો તો જરૂર તમારી આશા ફલિભૂત થશે.”
શંખેશ્વર તો વર્ષો પહેલાં ગઈ હતી. હમણાંથી તો ગઈ જ નથી.'
સાંભળો, શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થધામ આવેલું છે. આ જિનાલયની ત્રેવીસમી દેરીમાં શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ દેરીએ તમે અનન્ય શ્રધ્ધા અને ભક્તિથી સેવા પૂજા કરજો... તમારી આશા જરૂર ફલિભૂત થશે....' માનસીબેને કહ્યું..
“માનસીબેન, હું એક - બે દિવસમાંજ શંખેશ્વર જઈશ અને તમે કહ્યું તેમ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામમાં જઈશ અને શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ ખરા હૃદયથી પ્રાર્થના કરીશ.”
કંચનબેન, ત્યાં રહેવા તથા ઉતારાની પણ સુંદર વ્યવસ્થા છે એટલે એક દિવસ રહેજો... ખૂબ જ મજા આવશે.”
ના...ના... તમે કહ્યું છે તેમ એક દિવસ ત્યાં રોકાઈશું. જીગ્નેશને સાથે લઈને જ જઈશ.” કંચનબેન બોલ્યા.
થોડીવાર વાતચીત કરીને કંચનબેન અને માનસીબેન છુટ્ટા પડ્યા.
બે-ત્રણ દિવસ બાદ શનિવાર આવતાં કંચનબેન પોતાના પતિ જીગ્નેશને લઈને શંખેશ્વર પહોંચ્યા.
શ્રી મનોરથ લ્પદ્રુમ પાર્શ્વનાથ
૨૦૮