________________
સૈકાઓ પછી ખોદકામ કરતાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથની પ્રતિમા મળી આવી
હતી.
શ્રી હરિ વિજયસૂરિએ સંઘ સહિત અહીંના શ્રી સુપાર્શ્વનાથ જિનાલય તથા શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલયના દર્શન કર્યા હતા.
શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું જિનાલય પ્રાચીન અને દર્શનીય છે. હાલમાં મથુરામાં આ એકમાત્ર જિનાલય છે.
‘કલ્પદ્રુમ' નામ પ્રાચીન છે. આ નામ કેમ પડ્યું હશે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથને મથુરા પાર્શ્વનાથ' તરીકે ઓળખવામાં આવે છે. આ જિનાલયનો છેલ્લો જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા સં. ૧૯૪૮ માં મુનિવર શ્રી દર્શન વિજયજી મહારાજે કરાવી હતી.
શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની અન્ય એક માહિતી સાંભળવા મળે છે, તે અનુસાર રાજસ્થાનના ચિત્તોડગઢમાં રાણા પ્રતાપ અને ભામાશાના સમયમાં ૩૨ જિનાલયો હતા. આજે ત્યાં માત્ર આઠ દેરાસરો છે. જેમાં એક જિનાલય શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું રહ્યું હતું. જૂના પાર્શ્વનાથ ચરિત્રમાં આ અંગેનો ઉલ્લેખ થયો છે. હાલ ચિત્તોડમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું જિનાલય રહ્યું નથી. તે પ્રતિમાજી ક્યાં હશે તેની પણ જાણકારી મળતી નથી. | આજે જૈનાચાર્યોએ શ્રી મથુરા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ પોતાની રચનાઓમાં કરી છે. | સંપર્ક : શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જે. જૈન તીર્થ, ૭૬૨, ધીઆમેડી, મથુરા (ઉ.પ્ર.)
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ
આજના કાળમાં શ્રી શંખેશ્વર મહાતીર્થનો મહિમા ખૂબજ છે. દરરોજ દેશવિદેશના યાત્રિકોની આ તીર્થસ્થાન પર અવજ જવર રહે છે. શંખેશ્વર ગામ નાનું
શ્રી મનોરથ જ્યઠ્ઠમ પાર્શ્વનાથ
૨૦૬