________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
મહારાષ્ટ્રના આકોલાથી ૭૨ કિ.મી.ના અંતરે શીરપુર ગામે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ આવેલું છે. આ તીર્થનું નજીકનું ગામ વાસિમ છે. શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થ (શીરપુર)માં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુજીની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજી કોઈપણ આધાર વિના જમીનથી અધ્ધર રહેલી છે.
શ્યામવર્ણની આ પ્રતિમાજી વેળુની છે અને પદ્માસનસ્થ પ્રતિમાજી છે. ૩૬ ઈંચ ઊંચી આ પ્રતિમાજી ફણા સહિત ૪૨ ઈંચ ઊંચી છે અને પહોળાઈ ૩૦ ઈંચની છે.
શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં રાવણ નામનો મહાશક્તિશાળી પ્રતિવાસુદેવ થયો. એકવાર રાવણે પોતાના બનેવી ખરદૂષણને રાજ્યના મહત્વના કાર્ય અર્થે દૂર દેશમાં મોકલ્યો. ખરદૂષણ વિદ્યાના બળે આકાશમાર્ગે વિગોલી દેશમાં મધ્યાહકાળે પહોંચ્યો. ભોજનનો સમય થઈ ગયો હતો.
આ ખરદૂષણ શ્રી જિનપૂજા વિના ભોજન કરતો નહોતો. તેણે શ્રી જિનપૂજા કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવાનો નિયમ લીધો હતો. અને આ નિયમ તે ખૂબજ ચુસ્તતાથી પાળતો હતો. તે શ્રી જિનબિંબ સાથે લાવવાનું ભૂલી ગયો હતો. આથી શ્રી જિનપૂજા કેમ કરવી તેવો પ્રશ્ન ખરદૂષણના મનમાં ઉગ્યો. આથી તેણે રેતી અને ગોબરના મિશ્રણથી પ્રતિમાજી બનાવ્યા. અને પ્રાણ પ્રતિષ્ઠા કરી.
આ પ્રતિમાજીનું પૂજન કર્યા પછી જ તેણે ભોજન ગ્રહણ કર્યું.
રાજા ખરદૂષણ જે કાર્ય અર્થે આવ્યો હતો તે કાર્ય સંપન્ન થતાં તેણે આ પ્રતિમાજીને એક કૂવામાં પધરાવી દીધી. કૂવામાં રહેલા દેવે આ પ્રતિમાજીને ઝીલી લીધી. દેવના અલૌકિક પ્રભાવથી તે પ્રતિમાજી વ્રજમય બની અને દીર્ઘકાળ પર્યત આ પ્રતિમાજીની પૂજા કૂવામાં રહેલા દેવે અનેરી શ્રધ્ધા સાથે કરી. | વરાડ દેશના એલચીપુર નામના નગરનો ચંદ્રવંશી રાજા શ્રીપાલ વર્ષોથી કુષ્ઠ રોગથી પીડાતો હતો. રોગ નિર્મૂળ કરવા માટે રાજાએ અનેક ઉપચારો કર્યા હતા. પરંતુ તમામ ઉપચારો નાકામિયાબ રહ્યાં હતા.
એકવાર નગરની બહાર નીકળેલા રાજા શ્રીપાલને પાણીની ભારે તરસ
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
૨૧૦