________________
શ્રી સિધ્ધગિરિ તીર્થનો સંઘ કાઢયો હતો. એ વખતે ક્યા ગુરૂ ભગવંતની નિશ્રા રહી હતી તેનો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ શ્રી સિધ્ધગિરિ તીર્થ ના છરી પાલિત સંઘમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. મારા
( શ્રેષ્ઠી થીરૂ શાહનો છરી પાલિત સંઘ વાજતે ગાજતે શ્રી સિધ્ધગિરિ તીર્થ પહોચ્યો ત્યારે ત્યાં ભવ્ય સ્વાગત થયું હતું. યાત્રિકોના મુખ પર અનેરા હર્ષની લાગણી છવાઈ હતી. એક દિવસનો વિરામ કરીને બીજે દિવસે છ“રી પાલિત શ્રી સંધે અનેરા ઉલ્લાસ સાથે યાત્રા કરી. અને દાદાના દરબારમાં પહોંચીને સૌએ સેવાપૂજા કરીને ધન્ય બન્યા હતા.
શ્રેષ્ઠી થીરૂ શાહે શત્રુંજય ગિરિવર પર ગણધરોની પાદુકાઓ મૂકાવી હતી. આ સિવાય થીરૂ શાહે લોદ્રવામાં અનેક દેવમંદિરો બંધાવ્યાના ઉલ્લેખ મળે
લોદ્રવાના આ જિનાલયમાં ભારતીય શિલ્પકલાના દર્શન થાય છે. આ જિનાલયના ચારેય ખૂણામાં નાના શિખરબંધી મંદિરો છે. જે વિક્રમ સંવત ૧૬૯૩માં બંધાયાનું જાણી શકાય છે. આ
લોદ્રા ગામ પરથી આ પ્રતિમાજીનું નામ “શ્રી લોદ્રવા પાર્શ્વનાથ' છે. તેમજ આ પરમાત્મા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાય છે.
| વિક્રમ સંવત ૨૦૨૯માં આ જિનાલયના જીર્ણોધ્ધારનું કાર્ય આરંભવામાં આવ્યું હતું અને વિક્રમ સંવત ૨૦૭૪ ના કારતકી પુનમના દિવસે જીર્ણોધ્ધારનું કાર્ય સંપન્ન થયું હતું. જૈનાચાર્યો, મુનિ ભગવંતો તથા કવિઓએ પોતાની પ્રાચીન રચનામાં આ તીર્થની પ્રશસ્તિ ગાઈ છે.
ના સંપર્ક : શ્રી જેસલમેર લોદ્રવપુર પાર્શ્વનાથ જૈન શ્વે. ટ્રસ્ટ, મુ.પો. લોદ્રવપુર, જીલ્લો જેસલમેર (રાજસ્થાન).
હે પાર્શ્વ પ્રભુ, ભક્તિ કરતાં હૈયું હરખે ભવસાગર પાર કરવા, આપનું સ્મરણ ગુંજે
લોદ્રવપુર તીર્થમા શ્યામ વર્ણના શ્રી સહસ્ત્ર ફણા ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. કહેવાય છે કે પ્રાચીનકાળમાં આ લોદ્રવપુર રાજપૂતોની
શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ
૨૨૦