________________
છે પરંતુ યાત્રિકોની આવન જાવનના કારણે હંમેશા મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. અહીં શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુનું તીર્થ અને બીજું શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ - જિનપ્રાસાદજાણીતા છે. જે યાત્રિકો શંખેશ્વર યાત્રાર્થે આવે છે ત્યારે આ બન્ને તીર્થોના દર્શન-વંદન અવશ્ય કરે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયના સંકુલમાં આધુનિક સગવડો ધરાવતી ધર્મશાળા છે તથા સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન માટેની ભોજનશાળા છે. સવારે નવકારશી, બપોરે અલ્પાહાર કરી શકાય તેની વ્યવસ્થા છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનપ્રાસાદનું બીજું આકર્ષણ પ્રાકૃતિક સૌદર્ય છે. અહીં વિશાળ છાંયડા આપતાં વૃક્ષોની હારમાળા છે. સુંદર બગીચો હોવાથી વાતાવરણમાં હંમેશા ઠંડક રહે છે. આ તીર્થના દર્શને એકવાર આવેલો યાત્રિક કાયમનો આવનારો બની જાય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની જગ્યા પણ વિશાળ છે. જિનાલયની કલાત્મક કોતરણી, કારીગીરી મનને પ્રસન્ન કરી મૂકે તેવી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનપ્રાસાદની ભમતીમાં ૨૩મી દેરી શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની છે. ભમતીમાં ભારતમાં આવેલા પ્રાચીન શ્રી પાર્શ્વ પ્રભુના જિનાલયોની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ છે. ૨૩મી દેરીમાં બિરાજમાન શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુ પરિકરથી પરિવૃત્ત છે તથા સપ્તફણાથી મંડિત છે.
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્યામવર્ણના અને પદ્માસનસ્થ છે. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર વડોદરાના કંચનબેનને શ્રી પાર્શ્વ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. લગ્ન જીવનને પાંચ વર્ષ પસાર થઈ ગયા છતાં પારણું ન બંધાતા તેઓ ચિંતા અનુભવતા હતા. તેમણે અનેક ડોક્ટરો - વૈદ્યોની દવા કરી હતી પરંતુ કોઈ દવા કામ આવતી
શ્રી મનોરથ લ્પદ્રુમ પાર્શ્વનાથ
૨૦૭