________________
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ ઉત્તરપ્રદેશની ધર્મનગરી મથુરામાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ પાર્શ્વનાથજીને શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુ તરીકે પણ ઓળખાય છે. મથુરા યમુના નદીના તટે વસેલું છે. આ નગર અનેક ભવ્ય ઈતિહાસ લઈને ગૌરવભેર ઊભું છે.
અહીંના કંકાલી ટીલા વગેરે ઐતિહાસિક સ્થાનો ભવ્ય અતીતના મંગલ સ્મરણો કરાવે છે. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ તીર્થ મથુરા રેલ્વે સ્ટેશનથી ૪ કિલોમીટર અંતરે છે. મથુરા દિલ્હીથી ૧૪૫ કિ.મી. અને આગ્રાથી પ૪ કિ.મી.ના અંતરે આવેલું છે. મથુરામાં શ્વેતાંબર જૈનોના ઘર નથી, આથી આ તીર્થનો વહીવટ આગ્રાની શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વે. પેઢી કરી રહી છે. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું આ એક માત્ર મુખ્ય તીર્થ મથુરા છે. મુંબઈમાં મુલુન્ડના શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુજીની મનોહર પ્રતિમાજી છે તથા શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ભમતીમાં ત્રેવીસમી દેરીમાં શ્રીમનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
આ મથુરાથી ચાર કિલોમીટરના અંતરે આવેલું સંપ્રફણા મડિત, ૨૩ ઈંચ ઊભા અને ૨૧ ઈંચ પહોળા, શ્વેત પાષાણના, પદ્માસનસ્થ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથજીની પ્રતિમા અત્યંત દર્શનીય છે. પ્રતિમાજીનાં દર્શન થતાં જ મસ્તક નમ્યા વગર ન રહે.
યમુના નદીના તટે આવેલું મથુરા ભવ્ય ભૂતકાળના વારસાને સાચવીને બેઠું છે. અહીંના પ્રાચીન અવશેષોની ગૌરવસમી એક-એક ગાથા છે. પહેલાં મથુરા નગરી ૧૨ યોજન લાંબી અને નવયોજન પહોળી હતી. દેવાલયો અને જિનાલયોથી આ નગરીની શોભા અપૂર્વ હતી.
પ્રાચીનકાળમાં આ નગરીનું નામ ઈંદ્રપુર હોવાનું જણાય છે. આ નગરી સુખી અને સમૃધ્ધ હતી.
સાતમા તીર્થંકર ભગવંત શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના કાળથી આ નગરી
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ
૨૦૩