________________
પ્રભુના દર્શન – વંદન કરીને ભાવથી ભક્તિ કરીશ.’
‘બસ...હવે તમારા પતિને સારૂં થઈ જશે. આપ પૂરી શ્રધ્ધા રાખજો... જ્યારે તમારે શંખેશ્વર જવાનું થાય ત્યારે ત્યાં જઈને શું કરવું તે હું પછીથી સમજાવીશ.’ સુશીલાબેન બોલ્યા.
સુશીલાબેન જૈન પરિવારના હતા. તેમને શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. કોઈપણ વિકટ કે મુંઝવણ ભર્યા પ્રશ્નો ઉદ્ભવે ત્યારે તેઓ પ્રભુને યાદ કરતાં અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થઈ જતું. તેઓ શંખેશ્વર અવાર નવાર જતાં પણ ખરા.
આ તરફ એ દિવસે જ ચતુરભાઈ, દયાબેન તથા અન્ય ત્રણ સંબંધીઓ અમદાવાદ જવા નીકળી પડ્યા. ચાણસ્માના ડોક્ટરે અમદાવાદના ડોક્ટર પર ચિઠ્ઠી લખી દીધી હતી. એટલે સીધા ત્યાં જ પહોંચ્યા. ચતુરભાઈથી દુઃખાવો સહન થતો નહોતો.
સૌ અમદાવાદમાં આંખના ડોક્ટર પાસે પહોંચ્યા. ડોક્ટરે આંખ તપાસી અને નિદાન કર્યું કે ચતુરભાઈને ડાળી લાગવાથી આંખની અંદર ઈજા થઈ છે. તેના કારણે અસહ્ય દુઃખાવો છે, ત્યાં દવા લગાવવાથી રાહત થવા લાગશે. નસીબ જોગે આંખ સારી રહી છે...’
તરત જ ડોક્ટરે સારવાર શરૂ કરી.
બે કલાક બાદ ચતુરભાઈને કંઈક રાહત થઈ.
ડોક્ટરે આંખમાં ચોપડવાની દવા તથા દુઃખાવાની દવા લખી આપી અને કહ્યું : ‘આઠ દિવસમાં સારૂ થઈ જશે.’
એમજ થયું.
ચતુરભાઈને આઠ દિવસમાં સારૂં થઈ ગયું. દયાબેનને થયું કે મારી પ્રાર્થના શ્રી ભયભંજન પાર્શ્વનાથ દાદાએ સાંભળી છે.
દયાબેન પોતાના પતિને લઈને શંખેશ્વર આવ્યા ત્યાં શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુની દેરી સામે રહીને ભાવભરી ભક્તિ કરી અને દરવર્ષે એકવાર દર્શનાર્થે આવવાનો નિયમ લીધો.
શ્રી ભયભંજન પાર્શ્વનાથ
૨૦૧