________________
મહિમા અપરંપાર જૈનોના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મહિમા દિન પ્રતિદિન સર્વત્ર ફેલાતો જાય છે. ભારતમાં આવેલા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન જિનાલયોમાં બિરાજમાન શ્રી પાર્શ્વ પ્રભુના વિવિધ ચમત્કારિક પ્રસંગો સમાયેલા છે આ કારણે ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન તીર્થોની યાત્રાએ ભાવિકોની અવર જવર નિરંતર રહે છે.
ચાણસ્માના ચતુરભાઈ પટેલને ખેતીવાડી હતી. ચતુરભાઈની ઉંમર માંડ ચાલીસ વર્ષની હતી તેમના પત્ની દયાબેન પણ પતિને ખેતીવાડીના કામમાં મદદરૂપ
થતાં.
એક દિવસ ચતુરભાઈને ખેતરમાં કામ કરતાં આંખમાં વૃક્ષની કોઈ ડાળી અજાણતાં લાગી ગઈ. તેનાથી આંખની કીકીને નુકસાન થયું. એ દિવસે દયાબેન તેમની સાથે ખેતરમાં જ હતા. તેઓ તરત જ એમના પતિ ચતુરલાલને લઈને ઘેર આવ્યા. ચતુરભાઈથી આંખનો દુઃખાવો સહન થતો નહોતો.
ગામના ત્રણ-ચાર વડીલો ચતુરભાઈને લઈને ડોક્ટર પાસે આવ્યા. ડોક્ટરે ચતુરભાઈની આંખ તપાસી અને કહ્યું: ‘ચતુરભાઈને અમદાવાદ લઈ જવા પડશે. અહીંયા તેમની કોઈ સારવાર થઈ શકશે નહિ.”
તરત જ અમદાવાદ જવાનો નિર્ણય લેવાયો.
આ તરફ દયાબેનની આંખો રડી રડીને સોજી ગઈ હતી ત્યારે બાજુમાં રહેતા સુશીલાબેને કહ્યું: ‘દયાબેન, આ રીતે આંસુ સારવાથી ચતુરભાઈની વ્યથા દૂર ન થઈ શકે. તમે શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં આવેલ ફરતી ભમતીમાં ૨૨મી દેરીમાં શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન છે. તમે તે પ્રભુની પ્રાર્થના કરો કે મારા પતિને સારૂં થઈ જશે તો હું આપના દર્શનાર્થે આવીશ.”
| દયાબેન બોલ્યા : “ મારા પતિની આંખો સારી અને સાજી થઈ જશે તો શંખેશ્વર જઈશ અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી ભયભંજન પાર્શ્વનાથ .
શ્રી ભયભંજન પાર્શ્વનાથ
૨૦૦