________________
સંવત ૧૬૭૧માં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય બંધાયું.
જૈન સંઘને રાજાના ભયથી મુક્ત કરનારા આ પરમ પ્રભાવી પાર્શ્વનાથ ‘ભયભંજન' ના નામથી પ્રસિદ્ધ થયા.
દર વર્ષે કારતક સુદ-૧૫ના જિનાલયની સાલગીરી ઉજવવામાં આવે છે,. પ્રાચીન ગ્રંથો તથા સ્તુતિઓમાં આ તીર્થની પ્રાચીનતાનો ઉલ્લેખ જોવા મળે છે.
સંપર્ક :- શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તપાગચ્છ ટ્રસ્ટ, હાથીયોંકી પોલ, મુ.પો. ભિન્નમાલ, જીલ્લો-ઝાલોર(રાજસ્થાન)
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ભયભંજન પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર મહાતીર્થ, શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર. શ્રી શંખેશ્વર તીથના દર્શનાર્થે માત્ર જૈનોજ નહિ પરંતુ જૈનેતરો પણ આવે છે. આ પ્રાચીન તીર્થના દર્શનાર્થે શૈક્ષણિક સંસ્થાઓ યાત્રા પ્રવાસ પણ ગોઠવે છે.
શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુનું આ મુખ્ય તીર્થધામ છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં વિશાળ જિનપ્રાસાદ તથા ધર્મશાળા, ભોજનશાળા આવેલી છે તેમજ સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો આવાલા છે. સંકુલમાં સુંદર, મનોરમ્ય બગીઓ આવેલો છે. વૃક્ષોની હારમાળાઓ છે તેથી પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉક્યું છે. ધર્મશાળામાં પુરી સગવડતા છે. જે યાત્રિક આ તીર્થના દર્શનાર્થે પહેલીવાર આવે છે તે કાયમનો આવતો થઈ જાય તેટલું સુંદર આ સ્થાન છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં ૨૨મી દેરી શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુની છે. બાવીસમી દેરીમાં શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય અને ચમત્કારી પ્રતિમાજી પ્રતિષ્ઠિત થયેલા છે. ફણારહિત અને પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
શ્રી ભયભંજન પાર્શ્વનાથ
૧૯૯