________________
સહજતામાં પ્રાપ્ત થઈ જાય...’
6
ભિન્નમાલના એક જૈન શ્રેષ્ઠીએ કહ્યું : · આપણે દસ બાર શ્રાવકો ઝાલોર જઈએ અને ગઝનીખાનને સમજાવવાનો પ્રયત્ન કરીએ... આ પ્રતિમાજી સાથે અમારી શ્રધ્ધા અને ભક્તિ જોડાયેલાં છે.'
‘પણ...આપણી વિનંતીનો સ્વીકાર કરશે ખરો ?’ કોઈએ પૂછ્યું. ‘મેં અગાઉ કહ્યું કે આપણે પ્રયાસ કરવાનો છે. જો એમને એમ હાથ જોડીને બેસી રહીશું તો કોઈ કાર્ય સિધ્ધ નહી થાય.' બધાને થયું કે આ વાત સાચી છે.
અને નિર્ણય લેવાયો કે ગઝનીખાન પાસે જવું અને અનુરોધ કરવો. એમજ
થયું.
ભિન્નમાલ જૈન સંઘના અગ્રણીઓનું એક પ્રતિનિધિમંડળ જાલોર ગઝનીખાનને મળવા ગયું. ત્યાં લગભગ એક કલાક સુધી વિનંતીઓ કરી પરંતુ જક્કી સ્વભાવનો ગઝનીખાન કોઈ વાતે ન માન્યો... પ્રતિનિધિ મંડળને સફળતા ન મળતાં નિરાશ વદને પાછા ફર્યા.
ભિન્નમાલના ભાવિક શ્રાવકોએ પ્રતિમાજીની રક્ષા કાજે વિવિધ અભિગ્રહો ધારણ કર્યા.
એ વખતે વીરચંદ સંઘવી નામના એક સુશ્રાવકે પ્રતિમાજી પાછા ભિન્નમાલ ન આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો. આ શ્રેષ્ઠીની મક્કમતા અને પ્રભુભક્તિ જોઈને અધિષ્ઠાયક દેવ પ્રગટ થયા.
વીરચંદ શ્રેષ્ઠીએ અધિષ્ઠાયક દેવને હૈયાની વાત જણાવી.
અધિષ્ઠાયક દેવે ઝાલોરમાં જઈને ગઝનીખાનને પ્રતિમા પાછી આપવાનો આદેશ કર્યો. પરંતુ સત્તાના મદમાં ગર્વિષ્ઠ બનેલા ગઝનીખાને દેવની વાત કાને ન ધરી અને તેણે દેવ સાથે દુષ્ટતાપૂર્ણ વ્યવહાર કર્યો.
આ તરફ ગઝનીખાને પોતાના મહેલમાં સુવર્ણકારોને બોલાવ્યા અને આજ્ઞા આપી કે આ મૂર્તિમાંથી પોતાની બેગમ માટે નવસેરો હાર અને અશ્વને ગળે બાંધવાનો ઘૂઘરો બનાવો.
શ્રી ભયભંજન પાર્શ્વનાથ
૧૯૭