________________
શ્રી ભયભંજન પાર્શ્વનાથ
રાજસ્થાનના જાલોર જીલ્લાના ભિન્નમાલ મુકામે હાથીચોકી પોલ નામના વિસ્તારમાં પ્રાચીન અને પ્રભાવક શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. શ્રી ભયભંજન પાર્શ્વનાથ નામની પ્રતિમાજી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ૨૨મી દેરીમાં પ્રતિષ્ઠિત છે.
ભીલડીથી જાલોર રેલ્વેલાઈનમાં આવેલ ભિન્નમાલ રેલ્વે સ્ટેનથી આ તીર્થસ્થળ એક કિ.મી.ના અંતરે આવેલું છે. ભિન્નમાલમાં અન્ય અગિયાર પ્રાચીન અને દર્શનીય જિનાલયો આવેલા છે. આ જિનાલયો ૧૪મીથી ૧૮મી સદીના છે. તેમજ નૂતન જિનાલય પણ આવેલું છે. ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. શ્રી વજસ્વામી આ નગરમાં પધારેલા હતા. ભિન્નમાલ એક સમયે ગુજરાતની પ્રાચીન રાજધાનીનું શહેર હતું. આબુ દેલવાડાના મંત્રી વિમલ શાહના પૂર્વજો આ ગામના હતા. સમગ્ર શહેર કલાપૂર્ણ અવશેષોના ખંડેરોથી ભરેલું છે. દરેક મંદિર ૪૦૦થી ૬૦૦વર્ષ પૌરાણિક છે. પ્રતિમાજીઓ પ્રાચીન અને મનોરમ્ય છે. ભિન્નમાલની એક જમાનામાં ભવ્ય જાહોજલાલી રહી હતી.
ભિન્નમાલ શહેરમાં શિખરબંધી જિનાલયમાં શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુની પંચધાતુની પ્રતિમાજી અત્યંત દર્શનીય અને પ્રાચીન છે. ફણા રહિતની આ દિવ્ય પ્રતિમાજીની ઊંચાઈ ૧૨ ઈંચ અને પહોળાઈ ૧૫ ઈંચની છે.
પૂર્વકાળમાં આજનું ભિન્નમાલ ખૂબજ સમૃધ્ધ નગર હતું. શ્રીમાલ, રત્નમાલ કે ભિલ્લમાલ વગેરે ભિન્નમાલના અપર નામો છે. ભિન્નમાલ નગરીનું તથા તેની સમૃધ્ધિનું વર્ણન પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયું છે. આ નગરીમાં પૂર્વકાળમાં ચોર્યાસી જ્ઞાતિની અહીં સ્થાપના હતી. આ નગરને ૮૪ દરવાજા હતા.
આ નગરમાં નેવું હજાર વ્યવહારી, પિસ્તાલીસ હજાર બ્રાહ્મણો વસતા હતા. ૮૪ વણિકો, ૬૪ શ્રીમાલ બ્રાહ્મણ અને ૮ પ્રાગ્વાર બ્રાહ્મણો કોટ્યાધિપતિ હતા.
અહીંનું મહાલક્ષ્મી દેવીનું મંદિર લોકોની આસ્થાનું સ્થાન હતું. વિ.સંવત ૫૫૦માં ચાપવંશનો રાજા વ્યાપ્રમુખ અહીંથી ગુર્જર દેશનું શાસન
શ્રી ભયભંજન પાર્શ્વનાથ
િ૧૯૫