________________
5. કોઈ ચિંતા કરવા જેવી વાત નથી.” ડોક્ટરે હસતાં હસતાં કહ્યું”
પ્રકાશભાઈએ રાહતનો શ્વાસ ખેંચ્યો. તેઓ સુશીલાને જણાવ્યું કે રીપોર્ટમાં કાંઈ નથી...'
સુશીલાબેન પ્રકાશની વાત સાંભળીને રાજી રાજી થઈ ગયા. તેમનો સંકલ્પ સફળ થયો હતો.
ત્રણેય ત્યાં પોતાના ફેમીલી ડોક્ટર ત્રિવેદી પાસે આવ્યા.
ડો. ત્રિવેદીએ નિલેશના તમામ રીપોર્ટ તપાસ્યા પછી કહ્યું: ‘પ્રકાશભાઈ, તમે ચિંતામુક્ત રહેજો, માત્ર હીમોગ્લોબીન અને કેલ્શીયમ જરા ઓછું છે. પણ એ તો દવા કરવાથી તેમજ ફળ-ફુટ ખાવાથી સરખું થઈ જશે. મને તો બીજી જ શંકા હતી પણ એવું કશું નથી.'
ના પ્રકાશભાઈએ કહ્યું : “ડોક્ટર સાહેબ, મારી પત્ની સુશીલાએ શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનપ્રસાદમાં બિરાજમાન શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુના દર્શનની માનતા રાખી હતી કે રીપોર્ટમાં કંઈ ન નીકળે તો દર્શન કરવા જવું....'
પ્રકાશભાઈ, તમે ખુશીથી જાઓ... અને માનતા પુરી કરી આવો... નિલેશ એકદમ ઓ.કે. છે. ચિંતાનું કોઈ કારણ નથી. હું દવા લખી દઉ છું તે તેને નિયમિત આપતા રહેજો તથા કાચા શાકભાજી, ફળ-ફુટ પણ આપતાં રહેજો...”
ભલે... ડોક્ટર..!' પ્રકાશભાઈએ કહ્યું. સૌ ઘેર પાછા ફર્યા
બીજે દિવસે શનિવાર આવતાં પ્રકાશભાઈ, સુશીલા અને નિલેશ શંખેશ્વર જવા વિદાય થયા.
પ્રકાશભાઈ, સુશીલા અને નિલેશ સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં આવ્યા અને ત્યાં રૂમ રાખીને એક દિવસ રહ્યાં. આ વખતે પ્રથમવાર પ્રકાશભાઈએ પત્ની અને પુત્ર સાથે રહીને શ્રી જિનેશ્વર ભગવંતોની સેવાપૂજા. કરી તેમજ શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની અંતરના ઉમળકા સાથે પૂજા કરી. સુશીલાબેને ચૈત્યવંદન વગેરે કર્યું, પ્રભુની સ્તુતિ ગાઈને ભક્તિમાં રસ તરબોળ બન્યા.
શ્રી મનમોહન પાર્શ્વનાથ ૧૯૩