________________
‘પ્રકાશભાઈ, તમારા પુત્રને સામાન્ય બીમારી છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી...’
‘પણ આમ થવાનું શું કારણ ?’
‘નબળાઈના કારણે આમ બન્યું છે. છતાં બધા રીપોર્ટ કઢાવીએ પછી ખબર પડે...’ ડોક્ટરે કહ્યું.
‘હું આજે જ તમામ રીપોર્ટ કઢાવી લઈશ.’ પ્રકાશભાઈ ના મનમાં ચિંતા પેસી ગઈ હતી. તેમને થયું કે શું નિલેશને કોઈ ગંભીર બીમારી હશે...!ના..ના.. એવું તો ન જ હોય...!
લગભગ એક કલાક બાદ નિલેશ ભાનમાં આવ્યો. ડોક્ટરે તેને શક્તિનું ઈન્જેકંશન આપ્યું હતું.
શાળાના આચાર્યે પ્રકાશભાઈને કહ્યું : ‘પ્રકાશાઈ, તમે નિલેશને ઘેર લઈ જાઓ.. બે-ત્રણ દિવસ સ્કૂલે નહિં આવે તો ચાલશે. તેની સારવાર શરૂ કરી દો...’
‘ભલે...’ આમ કહીને પ્રકાશભાઈ નિલેશને લઈને ઘેલ આવ્યા. પ્રકાશભાઈને એકાએક નિલેશ સાથે આવેલા જોઈને સુશીલાબેનને આશ્ચર્ય થયું. સુશીલાએ પુછયું : ‘આજે તમે નિલેશને લઈને ઘેર વહેલાં આવી ગયા..!' ‘સુશીલા, નિલેશને સ્કૂલમાં ચક્કર આવ્યા હતા તેથી તે ત્યાં બેભાન થઈ ગયો હતો. આજે જ આપણે આપણા ફેમીલી ડોક્ટર પાસે જવું પડશે અને તેની દવા કરાવવી પડશે.’
‘ઓહ...! મારા દીકરાને એકાએક શું થઈ ગયું ?’ સુશીલા રડવા લાગી. ‘સુશીલા, આમ રડવાથી કંઈ જ નહિ વળે... ચાલ તું તૈયાર થઈ જા... આપણે ત્રણેય અત્યારે જ ડોક્ટર પાસે જઈએ...’
‘ચાલો... હું થોડીવારમાં તૈયાર થઈ જઉં છું.’ સુશીલા બોલી. થોડીવાર રહીને પ્રકાશભાઈ અને સુશીલા નિલેશને લઈને પોતાના ફેમીલી ડોક્ટરની પાસે ગયા.
ફેમીલી ડોક્ટર ત્રિવેદીએ નિલેશને તપાસ્યો અને કહ્યું : ‘પ્રકાશભાઈ, મને
૧૯૧
શ્રી મનમોહન પાર્શ્વનાથ