________________
તેમના મનમાં ભક્તિના ભાવ જોવા ન મળે. તેઓ માત્ર સહેલગાહે નીકળ્યા હોય તેવું માનતા. તેમના પત્ની સુશીલાબેન શ્રી જિનેશ્વર ભગવંતની અપૂર્વ ભક્તિ કરતાં તેઓ ક્યારેક પતિને સમજાવતા: “આપ એકવાર ભક્તિનો માર્ગ અપનાવશો તો આપના હૈયામાં અનેરો આનંદ ઝુમી ઉઠશે...
પરંતુ પ્રકાશભાઈ પત્નીની આ વાત ગણકારતાં નહોતા. તેઓ તો તેની મસ્તીમાં જ રમતાં... પ્રકાશભાઈનો ઓટો સ્પેર્સ પાર્ટસનો વ્યવસાય સરસ ચાલતો હતો. ઘરમાં ગાડી હતી અને અલ્કાપુરીમાં સરસ મજાનું મકાન હતું. તેમને સંતાનમાં માત્ર નિલેશ પુત્ર હતો. તે હજુ આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
એકવાર સ્કૂલમાં નિલેશને ચક્કર આવતાં પડી ગયો. શાળાના આચાર્ય તરત જ પ્રકાશભાઈને ફોન કર્યો અને તત્કાળ આવી જવા જણાવ્યું. શાળાના શિક્ષકો અને નિલેશના વર્ગના વિદ્યાર્થીઓને ચિંતા સતાવતી હતી કે એકાએક નિલેશને શું થઈ ગયું?
આચાર્યએ નિલેશને પંખા નીચે રાખ્યો. પાણીનો છંટકાવ કર્યો પણ નિલેશ ભાનમાં આવ્યો નહિ. તરત જ ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે નિલેશની નાડી તપાસી. નાડી બરાબર ચાલતી હતી. ડોક્ટર કોઈ ઉપચાર કરે તે પહેલાં નિલેશના પપ્પા આવી ગયા.
પ્રકાશભાઈએ આચાર્યને પૂછયું : “સાહેબ, મારા પુત્રને શું થઈ ગયું છે? ડોક્ટર શું કહે છે?'
આચાર્યે કહ્યું: ‘પ્રકાશભાઈ, આપ ચિંતા કરશો નહિ. તેને વર્ગમાં એકાએક ચક્કર આવી ગયા તેમાં તે પડી ગયો અને બેભાન થઈ ગયો, અમે તેના પર પાણીનો છંટકાવ કર્યો પરંતુ તે ભાનમાં ન આવતાં ડોક્ટરને અહીં બોલાવ્યા. ડોક્ટર હજુ હમણાંજ આવ્યા છે. શું કારણથી આમ બન્યું તે હવે જાણવા મળશે.' તે ડોક્ટરે તરત જ પ્રકાશભાઈને કહ્યું : “પ્રકાશભાઈ, આપનો પુત્ર આ અગાઉ ક્યારેય ચક્કર આવતાં પડી ગયો હતો ?'
“હા... બે વર્ષ પહેલાં એવું બન્યું હતું. પણ તે તો તરત જ ભાનમાં આવી ગયો હતો. ત્યારે અમે તેની દવા કરાવી હતીફેરીને આવું કેમ બન્યું?',
શ્રી મનમોહન પાર્શ્વનાથ
૧૯૦