________________
| સંવત ૧૯૪૮માં આચાર્ય ભગવંત પૂ. શ્રી લલિત પ્રભસૂરિજી મહારાજ દ્વારા રચિત “પાટણ ચૈત્ય પરિપાટી'માં કંબોઈના પાર્શ્વનાથજીનો ઉલ્લેખ છે.
| મૂળનાયકની બંને બાજુમાં રહેલી મૂર્તિઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તે મૂર્તિઓની પ્રતિષ્ઠા સંવત ૧૬૫૯ના વૈશાખ સુદ ૧૩ની આચાર્ય ભગવંત શ્રી વિજ્યસેનસૂરિજી મહારાજે કરી હતી. તે સિવાય સંવત ૧૫૦૪, ૧૫૦૫, ૧૫૧૮ ની સાલ અન્ય મૂર્તિઓ પર જોવા મળે છે.
પૂર્વે આ મનમોહન પાર્શ્વનાથજીની પ્રતિમા એક નાનકડી દેરીમાં હતી. સંવત ૧૯૬૮માં પ્રતિમાજીને મૂળ મંદિરમાં પધરાવાઈ.
સંવત ૨૦૦૩ના મહા સુદ પુનમના રોજ મૂળનાયક તરીકે શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુને પુનઃ પ્રતિષ્ઠિત કરવમાં આવ્યા.
જિનાલયમાં સભામંડપ અને ચાર દેરીઓ છે. ભવ્ય શિખર અને ચાર ઘુમ્મટ છે. શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુનું આ તીર્થ દર્શનીય છે અને મનને સાતા ઉપજાવનારૂં છે.
- અહીં દર મહા સુદ પૂનમના દિવસે જિનાલયની વર્ષગાંઠ ઉજવાય છે. તેમજ ફાગણ સુદ-૨ ના અહીં મોટો મેળો ભરાય છે. અહીં અનેક ભાવિકો પુનમ ભરે છે. દર પુનમના આ તીર્થ પર મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ મુંબઈના ભાવિકોની ઉપસ્થિતિ રહે છે.
કંબોઈ ગામમાં પ્રાચીન જિનમૂર્તિઓના અવશેષ અવાર નવાર પ્રાપ્ત થતાં રહે છે. જૈનાચાર્યો અને મહાપુરુષોએ શ્રી મનમોહન પાર્શ્વનાથ તીર્થની પ્રશસ્તિ મુક્ત કંઠે પોતાની રચનાઓમાં ગાઈ છે.
સંપર્ક : શ્રી મનમોહન પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ, મુ.પો. કંબોઈ, તા. ચાણસ્મા, જી. મહેસાણા (ઉ.ગુજરાત).
શ્રી મનમોહન પાર્શ્વનાથ
૧૮૮