________________
જિનાલય શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (મુંબઈ) ની ભમતીમાં, શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ તીર્થની ભમતીમાં શ્રી મનમોહન પાર્શ્વનાથજીની પ્રતિમા બિરાજમાન છે. બુરાનપુર, લાડોલમાં પણ આ પાર્શ્વનાથજીનાં જિનાલયો છે.
વ્યા શ્રી શંખેશ્વર તીર્થમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ તીર્થધામમાં ૨૧મી દેરીમાં પરિકરથી યુક્ત શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
સ્તુતિ હે મનમોહન પાર્શ્વ પ્રભારી દર્શન કરતાં મનડું મલકે. કંબોઈનગરમાં બિરાજે,
શ્રધ્ધાળુઓના ચિત્ત ચોરે... કંબોઈમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય પરમ પ્રભાવક છે. શ્વેત પાષાણની પ્રતિમાજીના મસ્તક પર સપ્તફણાનું છત્ર છે. આ દિવ્ય પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૧૯ ઈંચની છે. પ્રતિમાજી પદ્માસનસ્થ છે.
કંબોઈમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયની ઐતિહાસિક વિગતો પ્રમાણે એ વખતે મૂળરાજ ચાવડાનું શાશન હતું. મૂળરાજ ચાવડાએ સંવત ૧૦૪૩માં વઢિયાર દેશમાં આવેલા મંડલીના મૂળનાથને મોઢેરા પાસેનું કંબોઈ ગામ દાનમાં લખી આપ્યું હતું.
મૂળરાજ ચાવડાએ જે દાનપત્ર મૂળનાથને લખી આપ્યું હતું તેમાં કંબોઈ ગામના જૈનતીર્થની કોઈ વાત દર્શાવી નથી.
આ પ્રતિમાજી સંપત્તિ મહારાજાના કાળની હોવાની સંભાવના છે.
કંબોઈ તીર્થ અંગેના ઐતિહાસિક તથ્યો ૧૭મી સદી અને ત્યાર પછીના ઉપલબ્ધ છે. આથી કહી શકાય કે આ તીર્થ ૧૭મા સૈકાથી તો અસ્તિત્વ ધરાવે છે.
સંવત ૧૬૩૮ની એક ધાતુની પ્રતિમાજીમાં કંબોઈ ગામનો ઉલ્લેખ દર્શાવાયો છે.
શ્રી મનમોહન પાર્શ્વનાથ
૧૮૭