________________
શ્રી મનમોહન પાર્શ્વનાથ મનને મોહી લેનારા દર્શનીય અને દિવ્યતાના તેજ પ્રસરાવતું તીર્થ “શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ મહેસાણા જીલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામમાં આવેલ છે.
મહેસાણાથી હારીજ જતી રેલ્વે લાઈન પર કંબોઈ રેલ્વે સ્ટેશન છે. કંબોઈ ગામ સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે છે. તથા ચાણસ્માથી કંબોઈ ૧૬ કિ.મી. ના અંતરે આવેલું છે.
કંબોઈમાં આ એક માત્ર પ્રાચીન તીર્થ છે. આ પ્રાચીન જિનાલયમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. કંબોઈના શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયની પાસે ધર્મશાળા અને ભોજનશાળાની સુવિધા છે. શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દર્શનીય અને ચમત્કારિક માનવામાં આવે છે. પ્રતિમાજીના દર્શન કરતાં મન પ્રસન્નતાથી ભરાઈ જાય તેવી પ્રભુજીની પ્રતિમા
ભારતના અનેક જિનાલયોમાં શ્રી મનમોહન પાર્શ્વનાથજીની પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. કલકત્તાના ભવાનીપુરમાં આવેલા જિનાલયમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
ખંભાતમાં ત્રણ જિનાલયોમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે જેમાં એક જીરાળોપાડો, બીજી ચોક્સીની પોળમાં તથા શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિનાલયમાં છે. - જ્યારે સુરતમાં ઓસવાળ મહોલ્લો તથા વકીલના ખાંચામાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો આવેલા છે.
પાટણમાં ત્રણ સ્થળો પર શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો આવેલા છે. તેમાં એક મહાલક્ષ્મીના પાડામાં, બીજું ખજુરીના પાડામાં અને ત્રીજું જિનાલય મનમોહન શેરીમાં આવેલ છે.
તે ઉપરાંત પેટલાદ વડોદરા, રાધનપુર, મહેસાણા, નંદાસણ, રાજસ્થાનમાં બાલી, સાંચોરીમાં, મહારાષ્ટ્રમાં ઈચલકરંજી, પુના, સાંગલી તથા કરેડા પાર્શ્વનાથ
શ્રી મનમોહન પાર્શ્વનાથ
- ૧૮૬