________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ તીર્થમાં બન્નેએ પૂજા કરી બપોરે ભોજન કરીને થોડીવાર આરામ કરીને બપોરે ચાર વાગે અમદાવાદ જવા નીકળી ગયા. નીકળતાં પહેલાં પ્રાણલાલે મનમાં એક સંકલ્પ ધારણ કર્યો હતો. સંકલ્પ પૂરો થાય કે તુરત જ શ્રી ભાભા પાર્શ્વનાથના દર્શન-સેવા-પૂજા અર્થે આવવાની ભાવના સેવી હતી. - પ્રાણલાલ અને રમીલા ચાર દિવસ અમદાવાદ રોકાઈને કલકત્તા જવા નીકળી ગયા. કલકત્તા પહોંચ્યા પછી બીજે દિવસે સવારે પ્રાણલાલ શ્રી ભાભા પાર્શ્વનાથનું સ્મરણ અને માળા ગણીને બજારમાં જવા નીકળ્યા તેઓ સીધા સટ્ટાબજારમાં ગયા અને એક સોદો કર્યો. તે દિવસે પ્રાણલાલને સોદાના કમીશનના દસ હજાર રૂપિયા મળ્યા.
| બસ, ત્યાર પછી પ્રાણલાલનું ભાગ્ય પરિવર્તન થવા લાગ્યું. માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં પ્રાણલાલે દસલાખ રૂપિયા જેવી રકમ મેળવી. તેણે જે સંકલ્પ કર્યો હતો તે પૂરો થતાં જ પત્ની સાથે શંખેશ્વર આવ્યા અને શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરી. તેણે મનમાં નક્કી કર્યુ કે દર વર્ષે એકવાર આ તીર્થના દર્શને અવશ્ય આવવું. અને એક વર્ષમાં પ્રાણલાલની સ્થિતિ ફરીને ઝળહળતી થઈ ગઈ. પ્રાણલાલ અને રમીલાબેન શ્રી ભાભા પાર્શ્વનાથની ભક્તિ તથા દરવર્ષે એકવાર શંખેશ્વર જવાનો નિયમ જાળવી રાખવાનો નિશ્ચય કર્યો હતો. ત્રણ વર્ષમાં તેઓ ત્રણ વાર નહિ પરંતુ છવાર શંખેશ્વર આવી ગયા હતા.
આજ પણ પ્રાણલાલ અને રમીલાબેન શંખેશ્વર યાત્રાના નિયમને ચુસ્ત પણે વળગી રહ્યાં છે. શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધાથી ભક્તિ કરી રહ્યાં છે.
શ્રી ભાભા પાર્શ્વનાથને વંદન અમારા કૃપા વરસે સદા, અમ જીવન બને ન્યારા
શ્રી ભાભાજી પાર્શ્વનાથ
| ૧૮૪