________________
લાગે છે કે આપણે નિલેશના બધા ટેસ્ટ કરાવી લઈએ... નબળાઈનું કારણ લાગતું નથી...”
આ ડોક્ટરનો જવાબ સાંભીને પ્રકાશભાઈને ભારે પ્રાસ્કો પડ્યો શું કોઈ ગંભીર બીમારી હશે? પ્રકાશભાઈને સંતાનમાં માત્ર એક પુત્ર જ હતો.
સુશીલાબેનની આંખો રડી રડીને સુઝી ગઈ હતી. તેઓ વિચારતા હતા કે મારા લાલને શું થયું? ડોક્ટરે બધા ટેસ્ટ કરાવવાનું કહ્યું છે તો જરૂર કંઈક હશે. નહિતર ડોક્ટર દવા આપે જ...'
સુશીલાબેનને શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની એકવીસમી દેરીમાં બિરાજમાન શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા હતી તેઓ જ્યારે શંખેશ્વર જતાં ત્યારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ જિનાલયમાં દર્શનાર્થે જતાં, સેવા પૂજા કરતાં પરંતુ વિશેષ ભક્તિ શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની કરતાં. તેઓ નાનપણથી જ ધર્મ પ્રત્યે આસ્થા ધરાવનારા હતા.
સુશીલાબેને મનમાં સંકલ્પ કર્યો કે પુત્રના રીપોર્ટમાં કશું ન આવે તો નિલેશને લઈને શંખેશ્વર જવું, ત્યાં એક દિવસ રહીને શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવી. સુશીલાએ પોતાનો સંકલ્પ પ્રકાશભાઈને જણાવી દીધો. પ્રકાશભાઈ પણ નિલેશના રીપોર્ટમાં કશું ન આવે તો શંખેશ્વર જવા કબુલ થયા.
પરંતુ પ્રકાશભાઈને મનમાં ઊંડે ઊંડે વું લાગતું હતું કે નિલેશના રીપોર્ટમાં જરૂર કંઈક આવશે જ. ડોક્ટરની વાત પછી આ શંકા દઢ બની હતી.
બીજે દિવસે નિલેશના તમામ ટેસ્ટ લેવામાં આવ્યા અને સાંજે રીપોર્ટ લેવા જવાનું હતું. રીપોર્ટ લઈને ડોક્ટર પાસે જવાનું હતું.
એ દિવસે સાંજે પ્રકાશભાઈ, સુશીલા અને નિલેશ સાથે જ નીકળ્યા. સુશીલા મનમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરતી હતી. પ્રકાશભાઈએ પેથોલોજીસ્ટ પાસેથી રીપોર્ટ લીધા અને પૂછયું : “ડોક્ટર, ટેસ્ટમાં કંઈ ગંભીર બાબત નથી ને?”
ના...ના... બધું જ નોર્મલ છે. હીમોગ્લોબીન અને કેલ્શીયમ જરા ઓછુંe
શ્રી મનમોહન પાર્શ્વનાથ
૧૯૨