________________
મુસ્લિમ રાજાની આજ્ઞાનુસાર સુવર્ણકારોએ પ્રતિમા ભાંગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલાં ભ્રમરોનું વિશાળ ઝુંડ સુવર્ણકારોની આસપાસ આવી ગયું. તેના ગુંજારવથી વાતાવરણ ભયાનક બની ગયું.
મુસ્લિમ રાજા ગઝનીખાનની બેગમ પણ ડરીને ભાગી ગઈ. મુસ્લિમ રાજા ગઝનીખાન એકાએક ભ્રમરોના આક્રમણથી ભયભીત બન્યો.
ગઝનીખાનના સૈનિકો અદ્રશ્ય રીતે હણાવા લાગ્યા. ચારે તરફ નાસભાગ મચી ગઈ.
એ વખતે ભિન્નમાલનો સૂબો ત્યાં જ હતો. તેણે ગઝનીખાનને પોરસ ચડાવ્યો અને પ્રતિમાજી ન સોંપવા જણાવ્યું.
અદ્રશ્ય શક્તિએ મુસ્લિમ રાજા પર પ્રહારો કર્યો. મુસ્લિમ રાજા ગબડી પડ્યો. ભિન્નમાલના સૂબા પર પ્રહારો થયા. તે પોતાનો જીવ બચાવવા રઘવાયાની જેમ આમતેમ નાસભાગ કરવા લાગ્યો. ગઝનીખાન પણ અધમૂઓ થઈ ગયો હતો. તેને થયું કે લડાઈ કરવી કોની સાથે ? કોઈ શક્તિ હવામાં જ પ્રહાર કરે છે...!
ત્યાં જ ગઝનીખાને કહ્યું : “હું પ્રતિમાજી સોંપી આપવા તૈયાર છું.' ગઝનીખાને હાર સ્વીકારી લીધી.
મુસ્લિમ રાજાએ આદરભાવથી પ્રતિમાજીને સિંહાસન પર બેસાડીને પૂજી અને સ્તુતિ ગાઈ.
છેવટે તે પ્રતિમાજીની સોંપણી ભિન્નમાલના જૈન સંઘને કરવામાં આવી. જૈન શાસનનો જયનાદ ગુંજવા લાગ્યો.
આમ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ઝાલોરથી ભિન્નમાલ વાજતે ગાજતે લઈ આવવામાં આવી. દિવ્ય અને અલૌકિક શ્રી પાર્શ્વ પ્રભુજીની પ્રતિમાજીનો ભવ્ય નગર પ્રવેશ થયો. ઝાલોર અને ભિન્નમાલના જૈન સંઘો તેમાં જોડાયા. સૌના હૈયામાં અનેરો ધર્મોલ્લાસ છવાયો.
આ તરફ ગઝનીખાનને ખોટી સલાહ આપનાર ભિન્નમાલનો સૂબો પાંચ પુત્રો સાથે મૃત્યુ પામ્યો..
શ્રી ભયભંજન પાર્શ્વનાથ
૧૯૮