________________
ન રહી.
પ્રાણલાલ અને રમીલાબેન માટે એક રૂમમાં સૂવાની વ્યવસ્થા કરી હતી. બન્ને સૂવા માટે ચાલ્યા ગયા. બીજે દિવસે પ્રાણલાલ અને રમીલા અમદાવાદના હઠીસિંહના દેરાસરે ગયા, પ્રાણલાલભાઈ રાહુલ સાથે ઓફિસે ગયા. આમ દિવસ પૂરો કર્યો.
અને ત્યાર પછીના દિવસે પ્રાણલાલ અને રમીલાબેન રાહુલની ગાડીમાં શંખેશ્વર ગયા. રાહુલે ડ્રાઈવરને મોકલ્યો હતો. ચમનકાકાને જવું હતું પણ તેમની તબિયત થોડી અસ્વસ્થ હોવાથી છેલ્લી ઘડીએ તેઓ ન ગયા.
આમ પ્રાણલાલ અને રમીલાબેન શંખેશ્વર ગયા. રસ્તામાં એક જગ્યાએ ચા-પાણી માટે ગાડી રોકવામાં આવી હતી. બપોરે અગિયાર વાગે શંખેશ્વર પહોંચી ગયા તેઓ સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં આવ્યા. અને ત્યાંની ધર્મશાળામાં ઉતર્યા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદનું વાતાવરણ અત્યંત પવિત્ર અને પર્યાવરણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. આમતો પ્રાણલાલ અને રમીલાબેન પ્રથમવાર જ ભક્તિવિહારમાં ઉતરતા હતા. ચમનકાકાએ ત્યાં ઉતરવાનું જણાવેલું હતું. પેઢીના મુનિમે ધર્મશાળામાં સરસ મજાની રૂમ કાઢી આપી અને કહ્યું : ‘ભોજનશાળાના પાસ પણ લેતા જજો... નાહીને પૂજા કરી શકાશે ત્યારબાદ વસ્ત્રો બદલાવીને ભોજનશાળામાં જમવા જઈ શકશો.’
પ્રાણલાલે ત્રણ પાસ લીધા એક ડ્રાઈવરને આપી દીધો અને તેને કહી દીધું કે તું તારી અનુકુળતા પ્રમાણે જમી લેજે.
આ તરફ પ્રાણલાલ અને રમીલાબેન સ્નાનકાર્ય પૂર્ણ કરીને સેવાપૂજા કરવા ગયા. તેઓ કેસર રૂમ માંથી કેસરની વાટકીઓ ભરી, ફૂલવાળા પાસેથી ફૂલ લીધા અને પૂજાની થાળી લઈને સર્વ પ્રથમ મૂળનાયકની પૂજા કરી પછી ભમતીમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી પૂજા કર્યા પછી પ્રાણલાલે રમીલાને કહ્યું : ‘રમીલા, મને વીસમી દેરીમાં બિરાજમાન શ્રી ભાભા પાર્શ્વનાથદાદાની પ્રતિમાજી નિહાળીને અંતરમાં ભક્તિની છોળો ઉદ્ભવી છે. આપણે ત્યાં બેસીને ચૈત્યવંદન
શ્રી ભાભાજી પાર્શ્વનાથ
૧૮૨