________________
રાજેશ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે હિમાંશુ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
અને બે દિવસ બાદ પ્રાણલાલ અને રમીલાબેન કલકત્તાથી દેશમાં આવવા નીકળી ગયા. દર વખતે પ્રાણલાલને દેશમાં જતાં ધંધાની ઉપાધિ રહેતી હતી પરંતુ આ વખતે તેઓ શાંતિ અનુભવતા હતા. તેમણે હવે કેવીરીતે આગળ વધવું તેનો વિચાર કર્યો નહોતો. તેમના મિત્રો દેખાતા નહોતા.
આ સંસાર માયા મરિચિકાથી ભરેલો છે. સ્વાર્થના સૌ સગાં હોય છે. જ્યારે માણસની પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે. ત્યારે સગા-સ્નેહીઓ તથા મિત્રોને ખસી જતા વાર લાગતી નથી. આવું જ પ્રાણલાલની સાથે બન્યું, જયારે તેઓની જાહોજલાલી હતી, ત્યારે સગા-સ્નેહીઓ અને મિત્રોની અવરજવર પુષ્કળ રહેતી હતી. એટલું જ નહિ લોકો તેમને ત્યાં વ્યાજે રકમ મૂકવા પણ આવતાં હતા. આજ તેમની પરિસ્થિતિ બદલાઈ કે મિત્રોએ પૈસા પાછા મેળવી લીધા. સગા-સ્નેહીઓએ મોં ફેરવી લીધું હતું. પ્રાણલાલને તેનો કોઈ હરખ-શોક નહોતો. તેઓ હવે ફરીથી ધંધામાં બેઠાં થવા માંગતા હતા પરંતુ તે પહેલાં શંખેશ્વર જવાનું નક્કી કરી લીધું હતું અને તેઓ પોતાની પત્ની રમીલાને લઈને નીકળી ગયા.
પ્રાણલાલ અને રમીલા હાવરા અમદાવાદ એક્સપ્રેસમાં સેકન્ડક્લાસની મુસાફરી કરીને અમદાવાદ સ્ટેશન પર આવી ગયા. અમદાવાદ સ્ટેશને કાકાનો પુત્ર તેડવા આવ્યો હતો. સ્ટેશન પર ઉતરીને એકબીજાએ કુશળ પૂછ્યા અને કુલી પાસે સામાન ઉપડાવીને સ્ટેશન બહાર નીકળ્યા. પ્રાણલાલના ચમનકાકાનો પુત્ર રાહુલ ગાડી લઈને આવ્યો હતો આથી બધો સામાન ગાડીની ડેકીમાં ગોઠવવામાં આવ્યો.
ત્યાર પછી પ્રાણલાલ અને રમીલાબેનને લઈને રાહુલ આંબાવાડીના નિવાસસ્થાને આવ્યો.
પ્રાણલાલે અંદર આવતાવેંત ચમનકાકાને વંદન કર્યા. રમીલાબેને પણ વંદન કર્યા.
ચમનકાકા કહે: ‘ભાઈ, તને ઘણા વખતથી તેડાવું છું... આજે તું આવી
શ્રી ભાભાજી પાર્શ્વનાથ
૧૮૦