________________
ગયો... મને ખૂબજ ગમ્યું છે.'
| ‘કાકા, છેલ્લા અઠવાડિયાથી શંખેશ્વર જવાની ઈચ્છા થઈ હતી ત્યાં તમારો ફોન આવ્યો એટલે નક્કી કરી લીધું કે હવે ગમે તેમ કરીને દેશમાં જવું જ છે.”
‘ભાઈ, તું આવ્યો તે સારું કર્યું. મને પણ મનમાં ઈચ્છા થઈ હતીકે તને જોઈ લઉં... હું તો હવે ઘરની બહાર નીકળતો નથી. ધંધો હવે છોકરાઓ સંભાળે છે... તારૂં ત્યાં કેમ છે?'
ચમનકાકા, આપતો જાણો છો કે સટ્ટામાં મેં બધું ગુમાવી દીધું છે. અમે કલકત્તાના પરા વિસ્તાર લિલીયામાં રહેવા જતા રહ્યાં છીએ. ત્યાં શાંતિનગર ફલેટમાં રહીએ છીએ. ભાડા પર ફલેટ અત્યારે લીધો છે.'
‘હવે તું શું કરવા માંગે છે?' ચમનકાકા એ પૂછયું.
કાકા, હજુ કંઈ નક્કી કરી શક્યો નથી. શંખેશ્વરની યાત્રા કર્યા પછી તમારી સલાહ લેવી છે. પછી નક્કી કરવું છે. અત્યારે તો કંઈ નક્કી કર્યું નથી.'
કાંઈ વાંધો નહિ... બે ચાર દિવસ અહીં શાંતિથી રહો પછી શંખેશ્વર જજો...”
કાકા, અમે પરમ દિવસે શંખેશ્વર જઈ આવીએ તો કેમ ? શંખેશ્વર યાત્રા કર્યા પછી શાંતિથી બે ચાર દિવસ રોકાઈશું. અમે આવતા સપ્તાહમાં કલકત્તા ચાલ્યા જવાના છીએ. રીટર્ન ટિકિટ પણ લેતા આવ્યા છીએ...'
‘તમે તો ભારે જબરા, આમતે રીટર્ન ટિકિટ લઈને અવાતું હશે ?' ત્યાં રાહુલ બોલ્યો : “રીટર્ન ટિકિટ તો ટ્રાન્સફર કરાવી શકાશે.' “ના...ના... રાજેશ અને હિમાંશુ ત્યાં છે તેને પાછી અગવડ પડે ને...!”
એ બધી ચર્ચા પછી કરીશું... પહેલાં તમે નાહીલો અને જમીલો...' ચમનકાકા બોલ્યા.
એમજ થયું
પ્રાણલાલ અને રમીલાબેન સ્નાનકાર્ય પતાવ્યું અને પછી ભોજન કરવા બેઠા. બે-ત્રણ વર્ષ બાદ પ્રાણલાલ અને રમીલા કંઈક નિરાંતે આવ્યા હોવાથી અનેક વાતોને વાગોળવામાં આવી. રાતનો ક્યારે એક વાગી ગયો તેની ખબર જ
શ્રી ભાભાજી પાર્શ્વનાથ
૧૮૧