________________
દીધી. પ્રાણલાલભાઈને તેનું દુઃખ નહોતું. તેઓ સમજતા હતા કે કલકત્તા જયારે આવ્યો ત્યારે કશુંય નહોતું. જેમ અત્યારે લક્ષ્મી ચાલી ગઈ છે તેમ પાછી આવવાની જ છે.. આ પ્રાણલાલભાઈ, રમીલાબેન અને તેના બે પુત્રો રાજેશ અને હિમાંશુ લીલીયામાં રહેવા આવી ગયા ત્યાં શાંતિનગરમાં એક ભાડાનો ફલેટ મળી ગયો.
પ્રાણલાલે મોટી નુકસાની વહોરી તે સમાચાર તેમના ધનવાન મિત્રો જાણતાં હોવા છતાં પડખે ઊભા રહેવા આવ્યા નહોતા. જો કે પ્રાણલાલભાઈએ તેની પરવા પણ કરી નહોતી. છે. પ્રાણલાલે અનેકને ભૂતકાળમાં ખૂબ મદદ કરેલી તેવા લોકો પણ આશ્વાસન દેવા માટે પણ આવ્યા નહોતા.
આ તરફ રમીલાબેને કહ્યું : “હવે શું કરીશું?' પ્રાણલાલ પત્નીનો પ્રશ્ન સમજી ગયા.
પ્રાણલાલે કહ્યું : “રમીલા, ભાગ્યમાં આવું લખ્યું હશે એટલે વિપત્તિકાળ આવ્યો છે, એથી નિરાશ થવાની જરૂર નથી. આજે આપણા દિવસો માઠા છે પણ કાલ સુધરી જશે. હવે ફરીથી શાખ જમાવવી પડશે... હું હવે ધંધામાં પ્રવૃત્ત બનું તે પહેલાં દેશમાં જવાનો વિચાર છે.. ..
“હા... એ ઠીક રહેશે... આપણે ત્રણ-ચાર વર્ષથી દેશમાં ગયા નથી...” રમીલાએ કહ્યું. | ‘આજે જ સ્ટેશને જઈને ટિકિટ લઈ લઉં છું. “પ્રાણલાલે કહ્યું.
[ પ્રાણલાલના કાકા અમદાવાદ રહેતા હતા. તેઓ અવાર-નવાર ભત્રીજાને તેડાવતા હતા પરંતુ પ્રાણલાલ ધંધાના કારણે નીકળી શકતા નહોતા. હવે ધંધો ઠપ્પ થઈ ગયો તેથી પ્રાણલાલે દેશમાં જવાનો વિચાર કર્યો હતો.
પ્રાણલાલ એ જ દિવસે બે દિવસ પછીની કલકત્તાથી અમદાવાદની સેકન્ડ ક્લાસની બે ટિકિટ લઈ આવ્યો, પ્રાણલાલ અને રમીલા ક્યારેય સેકન્ડક્લાસમાં ગયા નહોતા પરંતુ આજે આર્થિક પરિસ્થિતિ નબળી પડી જતાં સેકન્ડક્લાસમાં જવાનું ગોઠવ્યું હતું. રાજેશ અને હિમાંશુ અભ્યાસમાં હોવાથી આવવાના નહોતાં.
શ્રી ભાભાજી પાર્શ્વનાથ
૧૭૯