________________
શ્રી ભાભા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય અમદાવાદમાં પણ છે. ઉપાધ્યાય શ્રી સમય સુંદરજી મહારાજ જણાવે છે કે દશમા સૈકા પૂર્વે અમદાવાદ આશાવલ કે આશાપલ્લીના નામથી ઓળખાતું, ત્યારે પણ શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય વિદ્યમાન હતું.
અમદાવાદમાં શ્રી ભાભા પાર્શ્વનાથજીનું બિંબ નાનું હોવા છતાં દર્શનીય છે. પાટણમાં ભાભાના પાડામાં શ્રી ભાભા પાર્શ્વનાથજીનું ભવ્ય જિનાલય પ્રાચીનતાના ગૌરવની સાક્ષી પૂરે છે. તેના પ્રતિમાજી મહારાજા સંપ્રત્તિના સમયના નયનરમ્ય છે. વિક્રમ સંવત ૨૦૧૫માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ વદ ૭ના દિને જિનાલયની વરસગાંઠ ઉજવવામાં આવે છે.
શ્રી ભાભા પાર્શ્વનાથની સ્તુતિ જૈનાચાર્યો અને મહાપુરુષોએ પોતાના ગ્રંથમાં હૈયાના ઉમળકા સાથે કરી છે. સંપર્ક : શ્રી ભાભા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ, ઠે. ચોકમાં, ચોરીવાળું દેરાસર, મુ. જામનગર (સૌરાષ્ટ્ર)
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી ભાભા પાર્શ્વનાથ
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદના વિશાળ સંકુલમાં આવેલ ભવ્ય જિનાલયની ભમતીમાં ૨૦મી દેરીમાં શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. અહીં શ્યામ વર્ણની પ્રતિમાજી છે, પદ્માસનસ્થ આ પ્રતિમાજી ફણારહિત છે. આ પ્રતિમાજી દર્શનીય અને અલૌકિક છે.
આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
માનવીના જીવનમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જેનો તાગ મેળવી શકાતો નથી. માનવીના જીવનમાં સુખ અને દુઃખ આવતાં જ હોય છે. દરેકના જીવનમાં તડકો – છાંયો આવતો જ રહે છે.
B
૧૭૭
શ્રી ભાભાજી પાર્શ્વનાથ