________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુ સમસ્ત જૈન સમાજ તથા જૈનેતર સમાજ માટે શ્રી શંખેશ્વર તીર્થ આસ્થાના કેન્દ્ર સમું છે. શંખેશ્વર તીર્થમાં રોજ વિશાળ ભાવિકોની અવરજવર રહે છે. જ્યારે ઉત્સવ હોય ત્યારે હજારો ભાવિકો દૂર દૂરથી આવતા હોય છે. 5 શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ ધામ આવેલું છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન-જૈનેતરો માટે અત્યંત શ્રધ્ધાનું ધામ બન્યું છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં દર્શનીય અને કલાત્મક કારીગીરીથી યુક્ત શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું મહા જિનાલય આવેલ છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દેરીઓ છે. દરેક દેરીમાં મનને પ્રસન્નતા ઉપજાવે, ભક્તિના ભાવ પૂરે તેવી પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં મૂળનાયકની પ્રતિમાજી અત્યંત દર્શનીય અને સૌ કોઈને ભાવ વિભોર કરી મૂકે તેવી છે. આ સંકુલમાં જિનાલય ઉપરાંત ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળાની સર્વોત્તમ સગવડ
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં ૨૧મી દેરી શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની છે. આ દેરીમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેતવર્ણની છે. તેમજ સપ્તફણાથી યુક્ત છે. પરિકરથી પરિવૃત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી સૌ કોઈના મન મોહી લે તેવી છે. ચમત્કારિક છે.
મહિમા અપરંપાર વડોદરામાં ઓટો સ્પેર્સ પાર્ટસનો વ્યવસાય કરતાં પ્રકાશભાઈ દોશીને ધર્મ પ્રત્યે ખાસ કંઈ શ્રધ્ધા નહિ. તેઓ પરિવારને લઈને ધાર્મિક સ્થાનો પર જતાં પરંતુ
શ્રી મનમોહન પાર્શ્વનાથ
૧૮૯