________________
કરીશું...'
‘ભલે...' રમીલા બોલી.
બન્ને વીસમી દેરી પાસે આવ્યા અને શ્રી ભાભા પાર્શ્વનાથ દાદાની પ્રતિમા સામે બેસીને ચૈત્યવંદન કર્યુ. પ્રાણલાલે સ્તવન ગાયું. તેમની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા.
આ પ્રાણલાલ મનોમન બોલ્યા : હે દાદા, આપ તો કરૂણાના સાગર છો... આપ તો સર્વજીવો પ્રત્યે અમી દ્રષ્ટિ રાખનારા છો... આપની કૃપા મારા પર વરસાવો... મારી પરિસ્થિતિ પરિવર્તન પામી છે... તેમાં આપ મને માર્ગ દેખાડો... હવે તો આપનો જ આશરો છે... દાદા... આપનો જ આધાર છે...'
- પ્રાણલાલ મનોમન પ્રાર્થના કરી રહ્યાં હતા ત્યાં પ્રતિમાજી પરથી એક ફૂલ પ્રાણલાલના ખોળામાં પડ્યું. પ્રાણલાલ તો પ્રાર્થનામાં તન્મય બની ગયા હતા. તેમનું તો ધ્યાન હતું જ નહિ. રમીલાબેનનું ધ્યાન ગયું તેમણે તે ફૂલ લઈ લીધું.
થોડીવાર પછી પ્રાણલાલે રમીલાને કહ્યું :
‘રમીલા, આજે અહીં આવ્યાનો ફેરો સફળ થઈ ગયો. આજના જેવો આનંદ મને ક્યારેય મળ્યો નથી.'
| ‘તમે પ્રાર્થનામાં મગ્ન હતા ત્યારે શ્રી ભાભા પાર્શ્વનાથજીની પ્રતિમાજી પરથી એક પુષ્પ આપના ખોળામાં પડ્યું હતું... આપને તેની ખબર જ ન રહી... તે પુષ્ય આ રહ્યું...” રમીલા બોલી.
| રમીલાએ તે પુષ્ય પ્રાણલાલના હાથમાં મૂક્યું પ્રાણલાલે તે પુષ્પ અનેરી શ્રધ્ધા સાથે મસ્તકે અડાડયું. બન્ને ફરીને વંદન કરીને ધર્મશાળામાં આવ્યા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા બીજે દિવસે કરવા જવાનું નક્કી કર્યુ. બપોરનો એક વાગ્યો હતો.
બન્નેએ વસ્ત્રો બદલાવી ભોજનશાળામાં જઈને ભોજન કર્યું. સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન લઈને પુનઃ રૂમ પર આવ્યા અને આડે પડખે થયા. સાંજે પાંચ વાગે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શન કર્યા. રાત્રે ભાવનામાં બેઠા....
બીજે દિવસે સવારે નવકારશી વાપરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના તથા
શ્રી ભાભાજી પાર્શ્વનાથ
૧૮૩