________________
આ ઘટના ક્યારે બની તેનો ઉલ્લેખ પ્રાપ્ત નથી. ૧૬મા કે ૧૭મા સૈકામાં ‘શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ’ નામ પ્રસિધ્ધ થયાનું માની શકાય. કારણકે એ સમયમાં થઈ ગયેલા જૈનાચાર્યોએ આ પાર્શ્વનાથનો ‘શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ’ તરીકેનો નામોલ્લેખ પોતાની રચનાઓમાં કર્યો છે.
આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે.
વિક્રમ સંવત ૧૭૧૨માં શ્રી સંઘે આ પ્રતિમાજીનો સ્વીકાર કરીને પ્રથમ કાજ મંદિરમાં, બાદમાં ભવ્ય જિનાલયમાં સં.૧૮૯૮ના વૈશાખ સુદ-૮ના દિવસે પરમાત્માને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા.
વર્તમાનમાં આ તીર્થની યાત્રાએ મોટી સંખ્યામાં ભાવિકો આવતા-જતાં રહે છે.
એવું કહેવાય છે કે અચલગચ્છાધિપતિ શ્રી કલ્યાણસાગરસૂરિશ્વરજી મહા૨ાજ છીકા૨ીમાં આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી હતી. સુથરી તીર્થનું આ જિનાલય કલાત્મક અને દર્શનીય છે. જૈનાચાર્યો અને કવિઓએ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુની મુક્ત મને પોતાની કૃતિઓમાં સ્તુતિ કરી છે. સંપર્ક : શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ પેઢી, મુ. સુથરી તા. અબડાસા (કચ્છ).
આ પ્રભુજીની પ્રતિમાના અનેક ચમત્કારો પ્રસિધ્ધ છે. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ૨૫૦૦મી નિર્વાણ જયંતી વખતના મહોત્સવે અહીં ચાર વર્ષ ઓછા વરસાદના કારણે પાણીની તીવ્ર તંગી હતી. ત્યારે એક શ્રાવકને દૈવી સંકેત થતાં એક ખાડો ખોદવામાં આવ્યો અને પુષ્કળ પ્રમાણમાં નિર્મળ પાણી મળ્યું.
વર્ષમાં બેવા૨ સૂર્યકિરણો ભગવનાની પ્રતિમાના ચરણોને સ્પર્શ કરીને પખાળે છે. આ દેરાસરની શિખરકલા અને વિશાળતા જોવાલાયક છે. અહીં ગૌત્તમસ્વામી તથા પદ્માવતી દેવીની નિરાળા ઢંગની પ્રતિમાજી અત્યંત દર્શનીય છે.
શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ
૧૪૩