________________
શ્રી ૧૦૮ પાશ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથ
શંખેશ્વરમાં આંતરિક ચેતનાને જાગૃત કરતું શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામ આવેલું છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય, અલૌકિક અને નયન રકમ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
આ જિનપ્રસાદને ફરતી ભમતીમાં સત્તરમી દેરીમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેતવર્ણની, પદ્માસનસ્થ, ફણા રહિત આ પ્રતિમાજીની ઉંચાઈ ૩૧ ઈંચની છે.
| મહિમા અપરંપાર પુના (મહારાષ્ટ્ર) માં રહેતા કાર્તિકભાઈ અને રેખાબેનના લગ્ન જીવનને ચૌદ વર્ષ પસાર થઈ ગયા. બન્નેનું લગ્ન જીવન સુખી અને મધુર હતું પરંતુ શેર માટીની ખોટ હતી.
કાર્તિકભાઈ અને રેખાબેનના રીપોર્ટ નોરમલ હતા છતાં તેમને ત્યાં પારણું બંધાયું નહોતું.
આ પ્રશ્ન બન્ને પતિ-પત્ની ભારે ચિંતિત હતા. તેમણે અનેક ડોક્ટરો-વૈદ્યોની દવાઓ કરી હતી પરંતુ કોઈપણ દવાએ સફળતા ન અપાવી.
કાર્તિકભાઈ અને રેખાબેન ધર્મ પ્રત્યે ભારે આસ્થા ધરાવતા હતા. કાર્તિકભાઈને પુનામાં ઓટોમોબાઈલ્સની દુકાન હતી. તેમજ ઘરમાં ગાડી હતી. કાર્તિકભાઈના પિતા સૌરાષ્ટ્રના ધોરાજી નામના ગામમાં રહેતા. ત્યાં તેઓ વ્યાજ વટાવનો ધંધો કરતાં હતા. કાર્તિકનો નાનો ભાઈ મેહુલ ધોરાજીમાં રહીને પિતાના ધંધામાં મદદરૂપ થતો હતો.
કાર્તિકના પિતાને પણ ચિંતા થતી હતીકે કાર્તિકને ત્યાં પારણું બંધાય તો સારૂં...
શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ
૧૫૮