________________
અટકી ગઈ હશે.
શાળ
સુધાએ તરત જ ભાઈ નીતિનને બોલાવ્યો અને વાત કરી. મણિલાલ ત્યારે બહાર ગયા હતા. કાંતાબેન પણ આવી ગયા હતા તેઓ પણ ચિંતા કરવા લાગ્યા. નીતિને કહ્યું : ‘બેન, આપણે જલ્દી ડોક્ટર પાસે જઈએ... જો ગફલતમાં રહીશું તો મુશ્કેલી ઊભી થશે.’
નીતિન અને સુધા આકાશને લઈને હોસ્પિટલે પહોંચ્યા.
આ તરફ કાંતાબેન મનોમન શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં બિરાજમાન શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથને પ્રાર્થના કરી.
કાંતાબેન અને મણિલાલને શ્રીફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપાર શ્રધ્ધા હતી. વર્ષમાં બે-ત્રણવાર તેઓ શંખેશ્વર જતાં અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતરતા હતા. એક-બે દિવસ રોકાતા અને સેવાપૂજા કરતાં. બન્ને શ્રીફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરતાં અને ચૈત્યવંદન કરતાં. કોઈપણ સમસ્યા ઊભી થાય ત્યારે કાંતાબેન શ્રીફલવૃધ્ધિ પાર્શ્વનાથને મનોમન પ્રાર્થના કરતાં અને તેમની વિપત્તિ ટળી જતી પછી શંખેશ્વર જઈ આવતા.
આમ કાંતાબેને સુધાના પુત્ર આકાશ માટે શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથને પ્રાર્થના કરી અને કોઈ વિપત્તિ ન આવે તેની પ્રાર્થના કરી.
આ તરફ નીતિન અને સુધા આકાશને લઈને ડોક્ટર પાસે પહોંચ્યા. ડોક્ટરે આકાશને તપાસ્યો અને કહ્યું : ‘આ બાળકની અન્નનળીમાં કંઈક ભરાઈ ગયું છે તમે અત્યારે જ મોટી હોસ્પિટલે લઈ જાઓ... તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે.’
નીતિન અને સુધા આકાશને લઈને મોટી હોસ્પિટલે ગયા ડોક્ટરે ત્યાં ફોન
શ્રી ફલવૃધ્ધિજી પાર્શ્વનાથ
૧૭૩