________________
સંપન્ન કર્યું.
આમ જિનાલયનું નિર્માણકાર્ય પુરૂં થતાં આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્ર સૂરિજી મહારાજાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૨૦૪ના મહા સુદ ૧૩ના શુક્રવારે શ્રી જિન પ્રતિમાજીની પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવ સાથે થઈ. | વિક્રમ સંવત ૧૨૨૧માં પોરવાડ વંશીય સેયિમુણિ અને દશાઢા ભંડારીએ આ જિનાલયમાં ચંદરવો અને શિલા ફલક કરાવી આપ્યાં હતા. શ્રેષ્ઠી મુનિચંદ્ર ઉત્તાનપટ કરાવ્યો હતો.
આ તીર્થ મોગલકાળમાં મુસ્લિમ આક્રમણનો ભોગ બન્યું હતું. શાહબુદ્દીન સુલતાન આ મંદિર પર ત્રાટક્યો હતો, પરંતુ તેના શરીરે એકાએક વ્યાધિ થતાં પોતાના સૈનિકો સાથે ભાગી નીકળ્યો. | વિક્રમ સંવત ૧૫૫૨માં સુરવંશી શિવરાજના પુત્ર હેમરાજે આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથને ફલોદિ પાર્શ્વનાથથી ઓળખવામાં આવે છે.
આ તીર્થની પ્રશસ્તિ અનેક જૈનાચાર્યોએ કરી છે. આ તીર્થ પ્રાચીન હોવાના ઐતિહાસિક પ્રમાણો તેમની રચનામાંથી પ્રાપ્ત થાય છે. સંપર્ક : શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ પેઢી, મુ.પો. મેડતા રોડ, (જી. નાગોર) રાજસ્થાન.
શ્રી ૧૦૮ પાશ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ શ્રી શંખેશ્વરમાં શ્રધ્ધા અને ભક્તિનું ધામ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ. વિશાળ જગ્યામાં જિનાલય, ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળા વગેરે આવેલા છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મુભુની અલૌકિક અને દર્શનીય પ્રતિમાજીઓ બિરાજમાન છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં ભમતીની ૧૯મી દેરીમાં શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુની અત્યંત મનમોહક અને દર્શનીય પ્રતિમાજી છે.
શ્રી ફલવૃદ્ધિજી પાર્શ્વનાથ
૧૭૧