________________
શ્રી ફલવૃધ્ધિજી પાર્શ્વનાથ
રાજસ્થાનમાં કલાત્મક કારીગીરીથી સંપન્ન અદ્ભૂત જિનાલયો આવેલા છે. રાજસ્થાનમાં નાગોર જીલ્લામાં આવેલ મેડતા રોડ નજીક શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને દર્શનીય તીર્થધામ આવેલું છે.
મેડતા રોડ જંકશન સ્ટેશનથી આ તીર્થ ૧ ફલાંગ દૂર આવેલું છે. મેડતા શહેર અહીંથી ૧૫ કિ.મી ના અંતરે છે. જોધપુર, બિકાનેર, નાગોર, મેડતા વગેરે શહેરો સાથે આ તીર્થ રોડ રસ્તે સંકળાયેલું છે.
શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ મેડતા રોડ નજીક ફલોધિ ગામમાં આવેલું છે. શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજીઓ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદની ભમતીમાં ૧૯મી દેરીમાં, મુંબઈમાં સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં, જીરાવલા તીર્થની ભમતીમાં બિરાજમાન કરાયેલ છે.
શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ તીર્થમાં ભોજનશાળા, ધર્મશાળાની સુંદર સગવડ છે. અહીં યાત્રાળુઓની આવન-જાવન રહે છે. મેડતા શહે૨માં ૧૪ ભવ્ય જિનાલયો દર્શનીય છે. મહાયોગી આનંદધનજી મહારાજની સાધના ભૂમિ મેડતા રોડ પાસે આવેલ છે.
શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ તીર્થમાં દર ભાદરવા વદ-૧૦નો જૈનેતરોનો મેળો ભરાય છે. આસો સુદ-૧૦ અને પોષ સુદ-૧૦ ના દિવસે મેળો ભરાય છે. દર્શનીય તીર્થધામ છે.
મેડતા રોડની નજદિક ફલોધિ ગામમાં બિરાજમાન શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથજીની પ્રતિમા અલૌકિક અને પરમ પ્રભાવક છે. પ્રતિમાજી શ્યામ વર્ણની, વેળુની, પદ્માસનસ્થ છે. જેની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૯ ઈંચની છે. આ તીર્થના ઉદ્ભવની કથા અનુસાર ફલોધિ (મેડતા) ગામમાં પારસ નામનો શ્રેષ્ઠી નિવાસ કરતો હતો. એક દિવસ પારસ શ્રેષ્ઠીએ ગામની બહાર અચરજ પમાડે તેવું દ્રશ્ય જોયું. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેણે જોયું કે શુધ્ધ ભૂમિ પર અમ્લાન પુષ્પોના એક ઢગલા માંથી દિવ્યતાથી સભર
શ્રી લવૃધ્ધિજી પાર્શ્વનાથ
૧૬૯