________________
સૌરભ પ્રસરી રહી હતી.
છે પારસ શ્રેષ્ઠીએ પોતાના જીવનકાળ દરમિયાન આવી સુગંધ ક્યારેય માણી નહોતી. તે આશ્ચર્ય અનુભવતો ગામમાં આવ્યો. એ વખતે ગામમાં આચાર્ય ભગવંત શ્રી વાદીદેવસૂરિશ્વરજી મહારાજા બિરાજેલા હતા. પારસ શ્રેષ્ઠીએ આચાર્ય ભગવંતને સઘળો વૃતાંત કહી સંભળાવ્યો.
આચાર્ય ભગવંત શ્રી વાદીદેવસૂરિજી મહારાજ જ્ઞાની ભગવંત હતા. શ્રેષ્ઠીની વાતનો સાર તરત જ પામી ગયા. તેઓ પોતાના આસન પરથી ઊભા થયા અને શ્રેષ્ઠીની સાથે તે પવિત્ર ભૂમિ પાસે આવ્યા. તે પુષ્પઢગ નીચેની ભૂમિ ખોદતાં તેમાંથી એક અલૌકિકતા પ્રસારવતું જિનબિંબ પ્રગટ થયું. પ્રતિમાજી નયનરમ્ય અને અલૌકિક ભાસતાં હતા. છે આ પ્રતિમાજીના દર્શન માત્રથી સૌ કોઈના હૈયામાં અનેરો હર્ષ ઉભરાઈ આવ્યો. [ આ ઘટના સં. ૧૧૯૯ના ફાગણ સુદ-૧૦ ના પવિત્ર દિવસે બની હતી.
પ્રગટ થયેલી પ્રતિમાજીને વાજતે-ગાજતે, મહોત્સવ રચીને ગામમાં લઈ આવવામાં આવી. અધિષ્ઠાયક દેવોએ પારસ શ્રેષ્ઠીને આ પ્રભુજીને બિરાજમાન કરવા એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરવા જણાવ્યું.
એવું કહેવાય છે કે જિનાલયના નિર્માણ માટે અધિષ્ઠાયક દેવે પારસ શ્રેષ્ઠીને ગુપ્ત રીતે સહાય કરી હતી. પારસ શ્રેષ્ઠી દરરોજ પરમાત્માની સેવા-પૂજા, ભક્તિ કર્યા પછી અક્ષતનો સ્વસ્તિક કરતો. દૈવી પ્રભાવથી તે સ્વસ્તિક સુવર્ણમય બની જતો. આ સુવર્ણના અક્ષતોથી પરમાત્માના ભવ્ય જિનાલયના નિર્માણનું કાર્ય આરંભાયું.
જિનાલયના નિર્માણ માટે અઢળક ધન ક્યાંથી આવે છે તે પ્રશ્ન સહુ કોઈને મનમાં થવા લાગ્યો. પારસ શ્રેષ્ઠીના પુત્રોએ આ ગુપ્ત રહસ્ય જાણવાનો આગ્રહ સેવતાં શ્રેષ્ઠીએ સુવર્ણના સ્વસ્તિકની વાત પોતાના પુત્રોને કરી, બસ, તે પછીથી અક્ષત માત્ર અક્ષત રહ્યાં. દૈવી સહાય બંધ થઈ ગઈ. અને જોરશોરથી ચાલતું જિનાલયનું નિર્માણકાર્ય અધુરૂં રહ્યું. ત્યાર પછી તો શ્રી સંઘે જિનાલયનું કાર્ય ૭
શ્રી ફલવૃધ્ધિજી પાર્શ્વનાથ
૧૭૦