________________
શ્યામવર્ણના, સપ્રફણાથી સુશોભિત, પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
|
મહિમા અપરંપાર
જામનગરમાં મણિલાલભાઈના પરિવારમાં પત્ની કાંતાબેન, પુત્ર નીતિન અને પુત્રી સુધા હતા. આ પરિવાર ખાધેપીધે સુખી હતું. સુધાના પાંચ વર્ષ પહેલાં વિવાહ કરી નાખ્યા હતા. તેને સંતાનમાં એક પુત્ર હતો, તે ત્રણ વર્ષનો હતો. તેનું નામ આકાશ હતું. વેકેશન હોવાથી સુધા તેના પુત્રને લઈને જામનગર માતા પિતા પાસે આવી હતી.
| આકાશ કાલી કાલી ભાષામાં બોલતો હતો. તે સૌને પ્રિય થઈ પડે તેવો હતો. તે ભારે તોફાની હતો.
નાના મણીલાલ તેને ભારે લાડ લડાવતા હતા.
આકાશને ગમેતે વસ્તુ મોઢામાં મૂકવાની ખરાબ આદત હતી. સુધા કે કોઈ મોટેરાની નજરજાય તો તેની આ આદત છોડાવવા પ્રયાસો કરતાં પણ આકાશભાઈ સમજે તોને ?
આકાશભાઈને રમતાં રમતાં એક વળી ગયેલી મોટી ખિલ્લી હાથમાં આવી.આકાશે ખિલ્લી હાથમાં લીધી ત્યારે કોઈ આજુબાજુ નહોતું.
આકાશે પોતાની આદત મુજબ વળેલી ખિલ્લી મોઢામાં નાંખી અને ગળે ઉતરીને અન્નનળીમાં ફસાઈ ગઈ...
થોડીવાર થઈ ત્યાં તો આકાશે રડવાનું શરૂ કર્યુ. તરત જ તેની મમ્મી સુધાબેન આવ્યા. આકાશને તેડી લીધો પણ આકાશ શાંત થતો નહોતો. સુધાએ પૂછયું: ‘બેટા, શું થાય છે. ?'
આકાશે ગળા પાસે આંગળી રાખીને કહ્યું : અહીં દુ:ખે છે...' સુધાને થયું કે આકાશે મોઢામાં જરૂર કંઈક કઠણ વસ્તુ નાંથી હશે અને તે
શ્રી ફલવૃદ્ધિજી પાર્શ્વનાથ
૧૭૨