________________
કરી દીધો હતો.
હોસ્પિટલમાં આકાશને ઈમરજન્સી વોર્ડમાં લઈ આવવા માં આવ્યો. ત્યાં ટ્રીટમેન્ટ શરૂ થાય તે પહેલાં નીતિને ઘેર ફોન કરી દીધો હતો. કે થોડી વારે મણિલાલ અને કાંતાબેન પણ મોટી હોસ્પિટલે આવી ગયા.
આ તરફ હોસ્પિટલના ઈએનટી સર્જકોએ દૂરબીન મૂકીને જોયું તો અન્નનળી પર કોઈ કઠણ વસ્તુ જોવા મળી. તરતજ ડોક્ટરે અદ્યતન ઉપકરણો દ્વારા બાળકની અન્નનળી માંથી ખિલ્લી બહાર કાઢી....
લગભગ બે કલાક જેવો સમય થયો હતો.
ઈ.એન.ટી. સર્જને સુધાને કહ્યું : “બાળકને ગમે તે વસ્તુ ખાવાની આદત હોય તો તમારે નીચે કોઈ વસ્તુ પડી ન રહે તેનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે... બાળકની આદત સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જુઓ તેની અન્નનળી ના દ્વાર પાસે આ વળી ગયેલી ખિલ્લી હતી...”
ડોક્ટરે ખિલ્લી બતાવી ને કહ્યું: ‘તમે નસીબદાર છો કે ખિલ્લી પેટમાં ન ચાલી ગઈ નહિતર આ બાળક બચી શકત જ નહીં...”
નીતિને હોસ્પિટલમાં રકમ ભરીને પાછો આવ્યો અને સૌ આકાશને લઈને ઘેર આવ્યા. આ સમાચાર સુધાએ શ્વસુરપક્ષમાં રાત્રે જણાવ્યા, ત્યારે સુધાનો પતિ બીજે દિવસે સવારે જામનગર આવી પહોંચ્યો.
કાંતાબેન માનવા લાગ્યા કે શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુની જ કૃપા રહી
ચાર દિવસ પછી મણિલાલ અને કાંતાબેન શંખેશ્વર જઈ આવ્યા અને શ્રીફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુની અનેરા ભક્તિ ભાવથી ભક્તિ કરી...
શ્રી ફલવૃધ્ધિજી પાર્શ્વનાથ
(૧૭૪