________________
રકમ પાછી મેળવી લીધી.
બાબુલાલે છ મહિના પછી નવો ફલેટ ખરીદી લીધો. બાબુલાલ અને ધર્મિષ્ઠાને શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપાર શ્રધ્ધા થઈ ગઈ. ફલેટમાં રહેવા ગયા હતા પહેલાં શંખેશ્વર આવી ગયા. બન્નેએ નક્કી કર્યુ કે વર્ષમાં બે વાર શંખેશ્વર તો આવવું જ. અને એ નિયમ પાળવા તેઓ મક્કમ હતા.
મંત્ર આરાધના
ૐ હ્રીઁ * મનોવાંછિત પાર્શ્વનાથાય નમઃ ।
આ મંત્રની દરરોજ એક માળા કરવી. સૂર્યોદય પહેલાં મંત્રજાપ કરવામાં આવે તો શ્રેષ્ઠ છે. સમય અને આસન જાળવી રાખવું. આ મંત્ર જાપથી જીવનમાં ઉદભવેલી સમસ્યાઓનું નિરાકરણ થાય છે.
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મનોવાંછિત પાર્શ્વનાથાય નમઃ ।
આ મંત્રના જાપ શુભ દિવસ જોઈને શરૂ ક૨વા શરૂઆત ના આઠ દિવસમાં ૧૨૫૦૦ જાપ થઈ જાય તો ઉત્તમ, ત્યાર પછી દરરોજ એક માળા અવશ્ય કરવી. મનની ઈચ્છાઓ આ મંત્ર જાપથી પૂરી થાય છે.
ૐ મૈં શ્રીં શ્રીં શ્રીં મનોવાંછિત પાર્શ્વનાથાય નમઃ ।
આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર ગણવા. આ મંત્રના આરાધનથી મનોકામના પૂર્ણ થાય છે. મંત્ર જાપ કરતી વખતે સ્થાન સ્વચ્છ હોવું જોઈએ. સમય એક જ રાખવો જરૂરી છે. કોઈપણ મંત્રજાપ વખતે દીવો અને ધૂપ અખંડ રાખવા. સામે શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી.
: સંપર્કઃ
શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ મુ. પો. નેર, જી. ધુલિયા, (મહારાષ્ટ્ર)-૪૨૪૩૦૩.
ફોન : (૦૨૫૬૦) ૨૭૬૫૦૦
૧૯૮
શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ