________________
ઈચ્છા હોય તો જણાવો. આજે જ સોદો પાકો કરાવી દઉં...”
“તમે તમારા ગ્રાહકનો જરા દાણો તો દાબી જુઓ...”
‘એ તો આઠ લાખથી વધારે રૂપિયો આપવા તૈયાર નથી. આ તો મારા વિશ્વાસે નવ લાખ આપવા તૈયાર થઈ જશે. તમે બીજા કોઈપણ દલાલ પાસે ભાવ કઢાવી લેજો... પછી મને ફોન કરજો...”
રવજીભાઈ ચાલ્યા ગયા.
રવજીભાઈના ગયા પછી બીજા બે મકાનના દલાલ આવ્યા તેમાંથી એકે સાત લાખ કહ્યાં અને બીજાએ આઠ લાખ કહ્યાં.
અને ન છૂટકે બાબુલાલ રવજીભાઈને બોલાવ્યા અને નવ લાખમાં સોદો ફાઈનલ કર્યો.
ચાર દિવસમાં ફલેટના હિસાબનો વહીવટ પતી ગયો. રવજીભાઈએ બાબુલાલને નાનકડો ફલેટ પણ ભાડે અપાવી દીધો. બાબુલાલ ત્યાં રહેવા ચાલ્યા ગયા.
બાબુલાલે પત્નીના દાગીના વેંચીને એક લાખ જેવી રકમ મેળવીને શેરબજારમાં દસલાખનું ચુકવણું કરી દીધું. અતુલ કોઈ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેનો પગાર માત્ર ચાર હજાર રૂપિયા જેવો હતો. તે કંઈ મદદ કરી શકે તેમ નહોતો.
બાબુલાલ ફરીથી શેરબજારમાં જવા લાગ્યા એક દિવસ શેર બજારમાં તેના મિત્ર મુક્તિચંદ મળ્યા.
મુક્તિચંદે કહ્યું : “બાબુલાલભાઈ, મને સાંભળવામાં આવ્યું છેકે તમને ભારે નુકસાની ગઈ છે. ફલેટ પણ વેંચી નાંખવો પડયો....'
. પૈસો આજે નથી તો કાલે આવશે પરંતુ મેળવેલી શાખ પાછી ન ફરે...
એ વાત સાચી...' ‘તમે કેમ હમણાંથી દેખાતા નહોતા...?' હું શંખેશ્વર ગયો હતો. અહીંથી ટ્રેનમાં અમદાવાદ અને અમદાવાદથી
શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ
૧૬૬