________________
પોલ
અવશ્ય પધારે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદના જિનાલયમાં ફરતી ભમતીની અઢારમી દેરીમાં શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુની અલૌકિક પ્રતિમાજી બિરાજે છે. પાર્શ્વનાથનું નામ મનોવાંછિત એટલા માટે છે કે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ પ્રભુની સાચા હૃદયની ભક્તિ કરે છે તેની મનોકામના પૂર્ણ કરે છે આથી ‘શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ' નામકરણ થયું હોય તેમ લાગે છે.
શ્રી ૧૦૮ ભક્તિવિહાર મહાપ્રસાદના જિનાલયમાં અઢારમી દેરીમાં બિરાજમાન શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્યામવર્ણના, સમફણાથી યુક્ત અને પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
મુંબઈમાં રહેતા બાબુલાલ શેરબજારના દલાલ હોવાથી લે-વેંચ અને દલાલી કરતાં. આમ તેઓ મધ્યમવર્ગના હતા. શેરબજારમાં ક્યારેક સટ્ટો પણ રમી લેતા. એક-બેવાર તેમને ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. બાબુલાલના પત્ની ધર્મિષ્ઠાબેન નામ પ્રમાણેજ ગુણ ધરાવતા હતા. તેમને ધર્મધ્યાનમાં વિશેષ રૂચિ હતી. સવારે દેરાસરે જઈને શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરવી, ભક્તિ કરવી, સામાયિક, પ્રતિક્રમણ કરવું, ધાર્મિક જૈન કથાઓ વાંચવી વગેરેમાં જ દિવસો વીતાવતા. તેમનો પુત્ર અતુલ એક કંપનીમાં નોકરી કરતો હતો.
એક દિવસ બાબુલાલ વહેલા ઘેર આવ્યા અને પત્ની ધર્મિષ્ઠાને કહ્યું : ધર્મિષ્ઠા, આ ફ્લેટ આજેજ વેંચી નાખવો પડશે. મને સટ્ટામાં ભારે નુકસાની ગઈ છે. આ ફ્લેટ વેચ્યા વિના ચાલે તેમ નથી.’
‘મારા દાગીના છે તેના એકાદ લાખ રૂપિયા તો ઉપજી જશે.’ ધર્મિષ્ઠાએ
કહ્યું .
‘એક લાખથી કામ પતે એવું નથી. હું મારા જીવનમાં આટલું ક્યારેય
૧૬૪
શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ