________________
શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહારકુશળ, ધર્મવત્સલ અને કલાપ્રેમી રહ્યા છે. ભારતમાં ધર્મપ્રેમી શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદિપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. તે
આજે પણ પ્રાચીન જિનાલયો ભવ્ય ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદ્રશ્ય થયા છે, પરંતુ તીર્થનું મહાત્મા અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં ઘટાડો થયો નથી.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો ભારતના વિવિધ પ્રદેશોમાં આવેલા છે. આજે પણ આ પ્રાચીન જિનાલયો ભૂતકાળની ભવ્યતાની યાદ અપાવે છે. કલા કરીગરીના ઉત્તમ નમૂના સમાન આ જિનાલયો સંસ્કૃતિના ગૌરવરૂપ રહ્યાં છે.
મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના નેર નામના ગામમાં શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. શ્રેષ્ઠ કલાત્મક કારીગીરીથી શોભતું આ જિનાલય યાત્રિકો માટે પરમ શ્રધ્ધાનું કેન્દ્ર છે.
નેર ગામમાં સ્થિત શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી શ્યામ વર્ણના, પદ્માસનસ્થ અને સપ્રફણા અલંકૃત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૦ ઈંચ અને પહોળાઈ ૧૬.૫ ઈંચની છે. સંપક:- શ્રી મનોવાંચ્છિત પાર્શ્વનાથ જૈનતીર્થ પેઢી, મુ.નેર(જી. ધુલીયા) -૪૨૪૩૦૩ (મહારાષ્ટ્ર)
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ શંખેશ્વરમાં આવેલું છે. શંખેશ્વર આવતા હજારો યાત્રિકો અહીં દર્શન-વંદન તથા સેવા પૂજા કરવા અર્થે
શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ
૧૬૩