________________
બીજે દિવસે વહેલા જાગૃત થયા.
સ્નાન કાર્યથી નિવૃત્ત થઈને પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં પૂજા કરવા ગયા. ત્યાં સૌએ દરેક શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કર્યા પછી સત્તરમી દેરીમાં બિરાજમાન શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પાસે આવ્યા. ત્યાં પુનઃ પૂજા કરી. પૂજા કર્યા પછી સૌએ ચૈત્યવંદન કર્યું. કાર્તિક અને રેખાએ પ્રાર્થના કરી. ફરીવાર દર્શન આવવાનો સંકલ્પ કર્યો.
. મનસુખલાલ અને પ્રભાબેન પોતાના પુત્રના કલ્યાણ અને સુખ માટે પ્રાર્થના
કરી.
ની
સેવા પૂજાથી નિવૃત્ત થઈને સૌ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા માટે ગયા. ત્યાં કતારમાં બેસવાનું થયું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરીને બહાર આવ્યા ત્યારે બપોરેના સાડાબાર થઈ ગયા હતા. સૌ ધર્મશાળામાં આવ્યા અને વસ્ત્ર પરિવર્તન કરીને ભોજનશાળામાં જમવા ગયા.
અને બપોરે ચાર વાગે તેઓ ધોરાજી જવા રવાના થયા. કાર્તિક અને રેખા ધોરાજી એક દિવસ રોકાઈને પુના જવા નીકળી ગયા.
ત્રણ મહિના પછી કાર્તિકે મનસુખલાલ અને પ્રભાબેનને સારા સમાચાર જણાવ્યા અને રેખા સાથે આવતી કાલે ધોરાજી આવવા નીકળીએ છી તેમ જણાવ્યું.
મનસુખલાલ અને પ્રભાબેનના હરખનો પાર ન રહ્યો. તેમણે મનોમન શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુને વંદના કરી. કાર્તિક અને રેખા ધોરાજી આવ્યા અને ચારેય ફરીને શંખેશ્વર ગયા અને ભાવભરી વંદના સાથે સેવાપૂજા કરીને પાછા
ફર્યા.
અને પુરા દિવસે રેખાએ પુત્રરત્નને જન્મ આપ્યા. સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.
શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ
૧૬૧